રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો, લઘુત્તમ તાપમાનમાં 5 ડિગ્રીનો ઘટાડો
અમદાવાદઃ રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. હિમાલય તરફથી આવતા બર્ફીલા પવનને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં મોટાભાગના શહેરમાં લઘુત્તમ તાપમાનમાં 2થી 5 ડિગ્રીનો ઘટાડો થયો છે.
આ રીતે જ અઠવાડિયા સુધી ઠંડીનો ચમકારો યથાવત રહેવાની હવામાન વિભાગની આગાહી સામે આવી છે. અમદાવાદમાં ઠંડીનો પારો 11થી 12 ડિગ્રી રહેવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, નલિયામાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નોંધાયું છે. ત્યારે સૌથી ઠંડુ શહેર બન્યું છે.
ક્યાં કેટલું લઘુત્તમ તાપમાન નોંધાયું?
અમદાવાદ – 14 ડિગ્રી
વડોદરા – 11.6 ડિગ્રી
સુરત – 16 ડિગ્રી
રાજકોટ – 13.6 ડિગ્રી
ભૂજ – 13.8 ડિગ્રી
ડીસા – 12.4 ડિગ્રી
વેરાવળ – 17.6 ડિગ્રી
દ્વારકા – 19 ડિગ્રી
નલીયા – 9 ડિગ્રી