આવતીકાલે સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ અને હીટવેવની આગાહી

અમદાવાદઃ રાજ્યમાં ગરમીને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે. જેમાં આગામી દિવસમાં ગરમીનો પ્રકોપ હજુ વધી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યુ છે કે, આગામી 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેશે. આગામી 3 દિવસ યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કરવામાં આવી છે. તાપમાનનો પારો 3થી 4 ડિગ્રી વધવાની સંભાવના છે. આગામી ત્રણ દિવસ તાપમાનમાં વધારો થશે.
તેમણે વધુમાં જણાવ્યુ છે કે, ત્રણ દિવસ યલો એલર્ટ સાથે હિટવેવ પડવાની શક્યતા છે. કંડલામાં 43.6 ડિગ્રીથી વધુ તાપમાન સાથે સૌથી ગરમ શહેર બન્યું છે. સૌરાષ્ટ્રના તટીય ક્ષેત્રે તેમજ દક્ષિણ ક્ષેત્રે હોટ એન્ડ હ્યુમુટ ક્ષેત્ર જાહેર કર્યું છે. આગામી તારીખ 16, 16 અને 17મીએ હિટવેવની આગાહી કરવામાં આવી છે. હમણાં વરસાદની સંભાવના નહીવત્ છે.
આ સિવાય તાપમાનની વાત કરીએ તો, અમદાવાદમાં અને ગાંધીનગરમાં 42 ડિગ્રી આસપાસ તાપમાનનો પારો રહેશે. અમદાવાદનું મહત્તમ તાપમાન 42.9 ડિગ્રી રહેશે, જ્યારે ન્યૂનતમ તાપમાન 26.4 ડિગ્રી રહેશે. કંડલા, બનાસકાંઠા, સાબરકાંઠા, દીવ, રાજકોટ કચ્છમાં યલો એલર્ટ સાથે હિટવેવની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, રાજકોટમાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કરવામાં આવી છે.