ત્રણ દિવસ બાદ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહીઃ હવામાન વિભાગ

અમદાવાદઃ રાજ્યમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. ત્યારે આજે હવામાન વિભાગે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપ્યું છે. આ ઉપરાંત 8મી મે સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યુ છે કે, રાજ્યમાં મધ્યમ વીજળી સાથે વરસાદ વરસશે. અમદાવાદમાં પણ વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજ્યના કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, અરવલ્લી, પાટણ, મહેસાણા, અરવલ્લી, દાહોદ, નર્મદા, બોટાદ, ગીર-સોમનાથ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, દીવમાં ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. બાકીના જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
આ ઉપરાંત તેમણે આગાહી કરતા જણાવ્યુ છે કે, રાજ્યના કેટલાક વિસ્તારોમાં બરફના કરા પડવાની આગાહી છે. આ સિવાય 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા છે. આ ઉપરાંત આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી છે. આગામી પાંચ દિવસ તાપમાનમાં 2થી 3 ડિગ્રી ઘટશે. હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે.