December 18, 2024

ગુજરાતમાં બે દિવસ બાદ ઠંડીનો ચમકારો વધશે, તાપમાનનો પારો ગગડશે

અમદાવાદઃ ધીમે ધીમે ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. ત્યારે રાજ્યમાં આગામી બે દિવસ બાદ ઠંડીની શરૂઆત થશે. હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે, વહેલી સવારે અને મોડી રાતે ઠંડીનો ચમકારો અનુભવવા મળશે. બે દિવસ બાદ તાપમાનનો પારો વધુ ગગડશે અને ઠંડીમાં વધારો થશે. પવનની દિશા બદલવાની શક્યતાને લઈ તાપમાન ગગડશે. રવિવારે ગાંધીનગરમાં સૌથી ઓછું 15.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.