હવામાન વિભાગની નવી આગાહી, રાજ્ય પરથી માવઠાંનું સંકટ ટળ્યું
અમદાવાદઃ ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થયો છે. ત્યારે હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે. રાજ્ય ઉપરથી માવઠાંનું સંકટ ટળ્યું છે.
હવામાન વિભાગની નવી આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, ‘રાજ્યમાં ઉપરથી માવઠાંનું સંકટ ટળ્યું છે. હાલ સંભવિત આવનારી સિસ્ટમ નબળી પડી છે. આગામી સમયમાં સિસ્ટમ નબળી પડતા મળશે માવઠાંથી રાહત થશે.’
વધુમાં તેઓ જણાવે છે કે, ‘2 અને 3 ફેબ્રુઆરીએ હવામાન વિભાગે માવઠાંની આગાહી વ્યક્ત કરી હતી. અમદાવાદનું લઘુત્તમ તાપમાન સામાન્યથી વધુ નોંધાયું છે. અમદાવાદનું 15.9 ડિગ્રી, જયારે કેશોદમાં 12.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી સમયમાં બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે. ઉત્તર પશ્ચિમી પવનની દિશા હોવાથી ઠંડીનું પ્રમાણ વધશે.’