કાળઝાળ ગરમીને લઈને હવામાન વિભાગની આગાહી, આ વિસ્તારમાં પડશે ભારે ગરમી

Gujarat Weather: ગરમીને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમીનું યલો એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાતમાં આગામી પાંચ દિવસ ગરમીનો પ્રકોપ રહેશે. હીટવેવના દિવસોમાં પણ વધારો થવાની સંભાવના છે. ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં ગરમ ભેજયુક્ત પવન ફૂંકાશે. ભેજયુક્ત પવન ફૂંકાતા બફારાનો અનુભવ થશે.મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર જઈ શકે છે.
આ પણ વાંચો: IND vs NZ: વનડેમાં સૌથી વધુ ટોસ હારનાર કેપ્ટન બન્યો રોહિત
આ ભાગમાં પડશે ગરમી
આગામી 3-4 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છના આંતરિક ભાગ અને ઉત્તર ગુજરાતના નજીકના ભાગો અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 40-42 સેની રેન્જમાં રહેવાની સંભાવના છે. આ કારણે, આ ભાગોમાં ગરમી વધારે પડવાની સંભાવનાઓ છે.