અંબાલાલ પટેલે કડકડતી ઠંડીની કરી આગાહી, જાણી લો ક્યારે ઠંડીનું જોર વધશે
Gujarat Weather: ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં ઠંડીનું જોર વધી શકે છે. શનિવારે ડીસામાં 13.3, ભૂજમાં 13.4, અમદાવાદમાં 14.1, નલિયામાં 9, વડોદરામાં 13 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયુ હતું.
અંબાલાલ પટેલે કરી આગાહી
અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું કે જાન્યુઆરી મહિનામાં દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં ભારે હિમવર્ષા થઈ શકે છે. 8 જાન્યુઆરી સુધીમાં ગુજરાતમાં લઘુતમ તાપમાન ઘટશે અને ઠંડીનું જોર વધી જશે. જેના કારણે એવું કહી શકાય કે 8 જાન્યુઆરી સુધીમાં ફરી ઠંડીનો એક રાઉન્ડ આવશે.
આ પણ વાંચો: દિલ્હી-NCRના આકાશમાં ધુમ્મસ છવાયું, જાણો આજે કેવું રહેશે હવામાન
આ વિસ્તારમાં આટલું તાપામાન નોંધાયું
શનિવારે ભુજમાં 13.4, અમદાવાદમાં 14.1, મહુવામાં 14.5, નલિયામાં 9, વડોદરામાં 13, ડીસામાં 13.3, પોરબંદરમાં 15, ભાવનગરમાં 15.2, અમરેલીમાં 15.5, વીવી નગરમાં 15.6, સુરેન્દ્રનગરમાં 16, સુરતમાં 16.8 ડિગ્રી લઘુત્તમ તાપામાન નોંધાયું હતું.