December 17, 2024

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પોરબંદર-કચ્છમાં ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં મેઘરાજાની બેટિંગ બરાબર જામી ગઈ છે. ત્યારે હવામાન વિભાગની નવી વરસાદી આગાહી સામે આવી છે. આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના મોટાભાગના જિલ્લામાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણ આ બાબતે આગાહી કરતા જણાવે છે કે, રાજ્યમાં આગામી ત્રણ દિવસ મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવે છે. ખાસ કરીને, સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ બનાસકાંઠાના ખેડૂતે ખોલ્યું ‘ડોન્કી ફાર્મ’, ગધેડાના દૂધમાંથી કરે છે લાખોની કમાણી

તેઓ જણાવે છે કે, આ ઉપરાંત આગામી 24 કલાક સુધી પોરબંદર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ, છેલ્લા 24 કલાકમાં સુરેન્દ્રનગરમાં છેલ્લા 24 કલાકમાં સુરેન્દ્રનગરમાં 64 મિમિ વરસાદ નોંધાયો છે.

આગામી દિવસોની આગાહી કરતા તેઓ કહે છે કે, ‘16 જૂને સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત, અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવે છે. જ્યારે 17 જૂને પણ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ ઝિંગા ઉછેર કેન્દ્રોમાં ગંભીર રોગ ફેલાયો, લાખોના નુકસાનની શક્યતા

આ ઉપરાંત તેઓ વધુમાં જણાવે છે કે, ‘18 જૂને સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, દીવ અને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય અરવલ્લી, ખેડા, દાહોદ, અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદની આગાહી છે. ત્યારબાદ 19મી જૂને ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, પંચમહાલ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

તેઓ કહે છે કે, ‘આગામી પાંચ દિવસમાં થન્ડરસ્ટ્રોર્મ એક્ટિવિટી ચાલુ થશે. અમદાવાદનું હાલનું તાપમાન 40.3 ડિગ્રી નોંધાયું છે. જ્યારે ગાંધીનગરનું તાપમાન 40.2 ડિગ્રી નોંધવામાં આવ્યું છે.’