News 360
January 27, 2025
Breaking News

દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

અમદાવાદઃ હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું છે કે, ‘આજે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત દરિયામાં ભારે કરંટ હોવાને કારણે માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે.’

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 93 તાલુકામાં વરસાદ વરસ્યો છે. રાજ્યના 16 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ જૂનાગઢના માળિયા હાટીનામાં 3.1 ઈંચ વરસાદ વરસ્યો છે.

રાજકોટના જેતપુરમાં 2.4 ઈંચ વરસાદ, જામનગરના જોધપુરમાં 2.4 ઈંચ વરસાદ, અમરેલીના કુંકાવાવ વાડીયામાં 2.1 ઈંચ વરસાદ, નવસારીના ગણદેવીમાં 2 ઈંચ વરસાદ અને બનાસકાંઠાના અમીરગઢમાં પણ 2 ઈંચ વરસાદ નોંધાયો છે.