હવામાન વિભાગની નવી આગાહી – લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય
અમદાવાદઃ ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે. આગામી 7 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેવાની શક્યતા છે.
હવામાન વિભાગે ઠંડીના ચમકારા વચ્ચે નવી આગાહી કરી છે. તેમણે જણાવ્યુ છે કે, ‘આગામી 7 દિવસ સુધી વાતાવરણ સુષ્ક રહેશે. આ ઉપરાંત લઘુત્તમ તાપમાનમાં કોઈપણ પ્રકારનો ફેરફાર નહીં થાય. ઠંડીનો ચમકારો યથાવત્ રહેશે.’
હવામાન વિભાગે જણાવ્યુ છે કે, નલિયામાં 9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે. પવનની દિશા ઉત્તર-પૂર્વથી પૂર્વ તરફ રહી છે. જાન્યુઆરી મહિનામાં સામાન્ય અથવા સામાન્યથી વધુ શીત લહેર રહેશે.’