November 15, 2024

ગુજરાત પર બે વરસાદી સિસ્ટમ સક્રિય, સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ રાજ્યમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. રાજ્યામાં 20%થી વધુ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ મહિસાગરમાં 26 MM વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના જણાવ્યા પ્રમાણે, હાલ સિયર ઝોન અને મોન્સૂન ટ્રફ એમ બે સક્રિય સિસ્ટમ છે. અમદાવાદમાં લાઈટ ટુ મોડરેટ વરસાદ ની આગાહી કરવાાં આવી છે. સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

તો બીજી તરફ, સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, નર્મદા, તાપી, દાહોદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે. જ્યારે બનાસકાંઠા, મહેસાણા, મોરબી, આણંદ, ભરૂચ, સુરત, વલસાડ, દાદરા નગર હવેલી, ડાંગ, રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદ, ખેડામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

જ્યારે સોમવાર 29 જુલાઈએ મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, આણંદ, છોટા ઉદેપુર, તાપી, ભરૂચ, સુરત, વડોદરામાં ઓરેન્જ આપવામાં આવ્યું છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહિસાગર, વલસાડ, નવસારી, ગાંધીનગર, જામનગર, દ્વારકા, જુનાગઢ, ગીર સોમનાથમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

30 જુલાઈએ કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, જુનાગઢ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, આણંદ, અરવલ્લી, સાબરકાંઠા, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ અપાયું છે. ઉત્તર ગુજરાતમાં ઓછો વરસાદ જ્યારે દરિયાઈ વિસ્તારમાં સૌથી વધુ વરસાદ નોંધાયું છે.