હવામાન વિભાગની આગાહી, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદ પડશે
અમદાવાદઃ રાજ્યમાં વાતાવરણને લઈ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. તેમણે જણાવ્યુ છે કે, રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. તેને કારણે રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો છે.
હવામાન વિભાગે જણાવ્યુ છે કે, ‘આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલીમાં વરસાદની આગાહી કરી છે. આ સિવાય ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં પણ આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.’
તેમણે વધુમાં જણાવ્યુ છે કે, ‘22 ઓગસ્ટે દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.’
તેમણે જણાવ્યું છે કે, ‘23 ઓગસ્ટે નર્મદા, ભરૂચ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી ભારે વરસાદની આગાહી કરી છે. 24 ઓગસ્ટે દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.’
તેમણે કહ્યુ છે કે, ‘25 ઓગસ્ટે ખેડા, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ સિવાય દાહોદ અને મહીસાગરમાં ભારતીય અતિભારે વરસાદની આગાહી કરી છે. 26 અને 27 ઓગસ્ટના દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત જુનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં ભારે વરસાદની આગાહી કરી છે.’