December 17, 2024

હવામાન નિષ્ણાંત Ambalal Patelની મોટી આગાહી, જાણો વરસાદ અંગે શું કહ્યું

Gujarat weather expert ambalal patel said about monsoon 2024

અમદાવાદઃ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ખાસ વાતચીત કરી હતી. તેમણે ગરમી અંગે મોટી આગાહી કરી હતી. જેમાં તેમણે જણાવ્યુ હતુ કે, 26 તારીખ સુધી હજુ ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાયેલો રહેશે. ત્યારબાદ ક્રમશઃ ગરમીનું પ્રમાણ ઘટશે. આગામી 26મી મેથી 4 જૂન સુધી ગરમીમાં ઘટાડો થશે.

વાવાઝોડા અંગે અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. 26મી મે સુધી બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત રહેશે. દક્ષિણ પૂર્વીય તટો પર ભારે તબાહી મચાવશે. વાવાઝોડામાં 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. દક્ષિણ પૂર્વીય તટ પર ભારે વરસાદની શક્યતા છે. આંધી, વંટોળ અને ગાજવીજનું પ્રમાણ વધુ રહેશે.

આ પણ વાંચોઃ સુરત-ધુલિયા હાઇવે પર ગમખ્વાર અકસ્માત; 3 મોત, 7 ઇજાગ્રસ્ત

તો બીજી તરફ, ચોમાસા અંગે અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. તેમણે જણાવ્યુ છે કે, જૂનની શરૂઆતમાં અરબસાગરમાં હલચલ વધશે. ત્યારબાદ 8મી જૂનથી દરિયાના પવનમાં બદલાવ આવશે. તારીખ 4થી 14 જૂન વચ્ચે વરસાદ વરસે તેવી શક્યતા છે. તારીખ 22થી 28 જૂન વચ્ચે ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. આ વખતે ચોમાસામાં પવનની ગતિ વધારે રહેશે.

આ પણ વાંચોઃ નકલી મોટો મામલે વધુ એક આરોપીની ધરપકડ, 2 લાખથી વધુની નોટ જપ્ત

તેઓ વધુમાં જણાવે છે કે, ‘કાચા મકાનના છાપરાં ઉડી જાય તેવી પવનની ગતિ રહેશે. આગામી જુલાઈ અને ઓગષ્ટ મહિનામાં મુશળધાર વરસાદ રહેશે તેવી શક્યતા છે. આ ઉપરાંત ચાલુ વર્ષે ચોમાસું 107 ટકા રહેવાની શક્યતા છે.’