June 26, 2024

હવામાન વિભાગની આગાહી, હળવાથી મધ્યમ વરસાદ વરસે તેવી શક્યતા

અમદાવાદઃ હવામાન વિભાગે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવ વરસાદની આગાહી અંગે જણાવતા કહે છે કે, આગામી સાત દિવસ જુદા જુદા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદ સાથે થન્ડરસ્ટ્રોર્મ એક્ટિવિટી પણ થઈ શકે છે.

આ પણ વાંચોઃ રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ મામલે હાઇકોર્ટનો આદેશ

આ ઉપરાંત છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ ચોમાસું આગળ વધારવા માટેની સિસ્ટમ વીક પડતા ચોમાસું નવસારી સુધી જ પહોંચ્યું છે. થન્ડરસ્ટ્રોર્મ એક્ટિવિટી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

જેમાં અમદાવાદ, દાહોદ, છોટાઉદેપુર, સુરત, ડાંગ, વલસાડ, નવસારી, તાપી, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં વરસાદની આગાહી કરી છે.