News 360
Breaking News

હવામાન વિભાગની નવી આગાહી, બે દિવસ બાદ ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે

અમદાવાદઃ રાજ્યમાં શિયાળો જામી ગયો છે. ત્યારે છેલ્લા બે દિવસથી ગુજરાતમાં ઓછી ઠંડી જોવા મળી રહી છે. પરંતુ હવામાન વિભાગે આ મામલે નવી આગાહી કરી છે.

રાજ્યના હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યુ છે કે, શિયાળામાં બેવડી ઋતુનો વર્તારો યથાવત્ રહેશે. આગામી બે દિવસ બાદ ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે. પવનોની દિશા બદલતા બેવડી ઋતુ સહન કરવી પડશે. આ ઉપરાંત બે દિવસ લઘુત્તમ તાપમાન 2થી 3 ડિગ્રી વધશે.

આ ઉપરાંત તાપમાન વિશે વાત કરીએ તો, અમદાવાદમાં 17 ડિગ્રી, ગાંધીનગરમાં 16.2 ડિગ્રી, નલિયામાં 11.2 ડિગ્રી, કેશોદમાં 14.3 ડિગ્રી, વડોદરામાં 17.6 ડિગ્રી, રાજકોટમાં 16.4 ડિગ્રી, ભુજમાં 15.6 ડિગ્રી, અમરેલીમાં 14.6 ડિગ્રી, ડીસામાં 14.2 ડિગ્રી, પાલનપુરમાં 15.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.