ઉત્તરાયણના દિવસે ઠંડી હશે કે નહીં? હવામાન વિભાગે કરી આગાહી

Makar Sankranti 2025: ગુજરાતમાં છેલ્લા 8 દિવસથી જોરદાર ઠંડી પડી રહી છે. ઉત્તર દિશા તરફથી ઠંડા-સૂકા પવન ગુજરાત તરફથી આવી રહ્યા છે. જેના કારણે ગુજરાતમાં ભારે ઠંડી જોવા મળી રહી છે. હવે તમને સવાલ થશે કે ઉત્તરાયણમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે? આવો જાણીએ.
ઉત્તરાયણના દિવસે કેટલી ઠંડી પડશે?
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે મકરસંક્રાંતિના દિવસે ઠંડીનો અહેસાસ થશે. 10થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ છે. હાલ તાપમાનમાં થોડો ઘટાડો થયો છે. પરંતુ 2 દિવસથી પછી ફરી ઠંડીમાં વધારો થશે. મકરસંક્રાંતિના દિવસે રોજ કરતા વધારે ઠંડી પડશે.
આ પણ વાંચો: પીએમ મોદીએ જેમની સાથે પોડકાસ્ટ કર્યું તે નિખિલ કામથ કોણ છે?
હાલ ગુજરાતમાં આવું રહેશે હવામાન
રાજ્યમાં હાલ લોકોને ડબલ ઋતુનો અનુભવ થશે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં હવામાન શુષ્ક રહેશે. જોકે આગામી 2 દિવસ વાતાવરણમાં કોઈ ખાસ બદલાવ જોવા મળશે નહીં. તાપમાન 2-3 ડિગ્રી સુધી વધી શકે છે. ગુજરાતમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાશે. જેના કારણે તાપમાનમાં વધારો થશે.