હર્ષ સંઘવીનું હોસ્પિટલના વાયરલ વીડિયો મામલે વિધાનસભામાં નિવેદન, જાણો શું કહ્યું…

ગાંધીનગરઃ રાજકોટની પાયલ હોસ્પિટલના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા મામલે વિધાનસભામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે. તેમણે સાયબર ક્રાઇમ વિભાગના IPS લવીના સિન્હાના વખાણ કરતા કહ્યુ છે કે, ‘અમારા મહિલા IPS અધિકારી સક્ષમ છે.’
તેમણે જણાવ્યુ છે કે, ‘મહિલા IPSએ 3000 કિમી દૂરથી આરોપીને ઝડપ્યા છે. સાયબર ક્રાઇમ વિભાગે આ કેસમાં ટેરેરિઝમની કલમ લગાવી છે. આ કરનારું ગુજરાત પહેલું રાજ્ય બન્યું છે.’
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યુ છે કે, ‘મહિલા IPS અધિકારીને વંદન અને નમન કરું છું. અમદાવાદમાં મહિલા IPS દ્વારા કેમેરા હેક કરનારાને 3000 કિમીથી દૂર ઝડપી લેવામાં આવ્યા છે. સાયબર ક્રાઈમ અમદાવાદ દ્વારા સાયબર ટેરેરિઝમ જેવી કલમો પણ લગાવવામાં આવી છે.’