June 30, 2024

છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં વરસાદ, સૌથી વધુ સાબરકાંઠાના પોશીનામાં

ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં 15 તાલુકામાં 1 ઇંચ કે તેથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત 99 જેટલા તાલુકામાં 1 ઇંચથી ઓછો વરસાદ વરસ્યો છે.

રાજ્યમાં સૌથી વધુ વરસાદ સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં વરસ્યો છે. ત્યાં પોણા બે ઇંચ જેટલો વરસાદ વરસતા ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા અને જળબંબાકાર જેવી સ્થિતિ પેદા થઈ હતી.

તો દાંતીવાડા, ઉમરગામ, ભૂજ તાલુકામાં દોઢ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે ભાવનગર, ગઢડામાં સવા 1 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય માણાવદર, ઘોઘા, અમીરગઢ, વલભીપુરમાં 1 ઈંચ વરસાદ વરસ્યો છે.