IPL 2025 વચ્ચે ગુજરાત ટાઇટન્સને મોટો ઝટકો, સ્ટાર ઓલરાઉન્ડરે ટીમ છોડી દીધી

Glenn Phillips: IPL 2025માં ગુજરાતની ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે. પરંતુ આ વચ્ચે ગુજરાતની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન ફિલિપ્સે ટીમને છોડી દીધી છે. . ટીમમાંથી અચાનક બહાર નીકળવાની ચોક્કસ વિગતો સામે આવી નથી. પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે ન્યુઝીલેન્ડના આ ઓલરાઉન્ડરને ઈજા થઈ છે. છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ટૂંક સમયમાં તેમના અંગે સત્તાવાર જાહેરાત કરી શકે છે.

આ પણ વાંચો: સૌરાષ્ટ્રવાસીઓને જીવન કરતા કિંમતી છે માવો, નદીમાં ખાબકેલ છોટા હાથીનો ડ્રાઈવર માવો બનાવતા જોવા મળ્યો

ટીમે ફિલિપ્સ માટે એક નિવેદન બહાર પાડ્યું
ફિલિપ્સની ઈજા અંગે ગુજરાત દ્વારા નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. ઝડપથી સ્વસ્થ થવાની પણ શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી છે. ફિલિપ્સ આ સિઝનમાં ટાઇટન્સની કોઈપણ મેચમાં દેખાયા નથી. હજુ સુધી એ સ્પષ્ટ નથી કે ફ્રેન્ચાઇઝી તેના સ્થાને કોઈ અવેજી ખેલાડી શોધશે કે નહીં. ન્યૂઝીલેન્ડના આ ખેલાડીએ પાકિસ્તાન અને દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન કેટલાક ઉત્તમ કેચ પકડ્યા છે.