ગુજરાત ટાઇટન્સને મળશે નવો માલિક, ટોરેન્ટ ગ્રુપે 67 ટકા હિસ્સો ખરીદ્યો!

IPL 2022 ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ વિશે મોટી માહિતી સામે આવી છે. ટીમને થોડા જ સમયમાં નવો માલિક મળશે. એક રિપોર્ટ પ્રમાણે ટોરેન્ટ ગ્રુપ સીવીસી કેપિટલ પાર્ટનર્સ પાસેથી ટાઇટન્સમાં 67% હિસ્સો ખરીદી શકે છે. IPL લીગ ગવર્નિંગ કાઉન્સિલ દ્વારા અંતિમ મંજૂરી કાર્ય ચાલી રહ્યું છે.
આ પણ વાંચો: જો જસપ્રીત બુમરાહ નહીં રમે તો તેની જગ્યાએ કોને મળશે સ્થાન?
ટોરેન્ટ ગ્રુપ શું છે?
ટોરેન્ટ કંપનીની સ્થાપના 1959માં ઉત્તમભાઈ નાથાલાલ મહેતાએ કરી છે. મુખ્ય વ્યવસાયો ગેસ, ફાર્મા અને પાવર છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે સપ્ટેમ્બર સુધીમાં, તેનું માર્કેટ કેપ $25 બિલિયન હતું.એક રિપોર્ટ પ્રમાણે ટોરેન્ટ ગ્રુપના ચેરમેન સુધીર મહેતાના પુત્ર જીનલ મહેતા IPL રોકાણની દેખરેખ રાખશે. CVCએ ગુજરાતને 5625 કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું. ગઈ સિઝનમાં ગુજરાતની ટીમનું પ્રદર્શન ખૂબ ખરાબ રહ્યું હતું. ટીમ પોઈન્ટ ટેબલમાં આઠમા સ્થાને રહી હતી.