December 19, 2024

શું ગુજરાત ટાઇટન્સનું પ્લેઓફ રમવાનું સપનું હજી પૂરું થઈ શકશે?

IPL 2024: ગઈ કાલે ગુજરાત ટાઇટન્સની ટીમને ફરી હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ગુજરાત ટાઇટન્સનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 38 બોલ બાકી રહેતા 4 વિકેટે હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ત્યારે હવે તમને સવાલ થશે કે શું ગુજરાત ટાઇટન્સનું પ્લેઓફ રમવાનું સપનું હજી પૂરું થઈ શકશે?

પ્લેઓફમાં પહોંચવું મુશ્કેલ
IPL 2024 ની 52મી મેચમાં શનિવારે ગુજરાત ટાઇટન્સની ટીમને હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. શુભમન ગિલની કપ્તાની હેઠળ ગુજરાત ટાઇટન્સ માટે પ્લેઓફમાં પહોંચવું મુશ્કેલ બન્યું છે. જોકે ગુજરાતની ટીમ પાસે હજુ પણ અંતિમ-4માં પહોંચવાની તક છે. એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરીની ગુજરાતની ટીમને હાર મળી હતી. ગુજરાત ટાઇટન્સ 19.3 ઓવરમાં 147 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

આ પણ વાંચો: PBKS vs CSK: શું IPLમાં 17 વર્ષનો ઈતિહાસ બદલાશે?

પ્લેઓફમાં જવાનો રસ્તો મુશ્કેલ
IPL 2024ના પોઈન્ટ ટેબલમાં ગુજરાત ટાઈટન્સ હાલ 9માં સ્થાન પર છે. શરૂઆતમાં IPL 2024નું ખુબ સારૂ પ્રદર્શન જોવા મળ્યું હતું. જોકે, ગુજરાતની ટોપ-4માં પહોંચવાની શક્યતાઓ પૂરી રીતે સમાપ્ત થઈ નથી. આગામી તમામ મેચમાં ગુજરાતની ટીમ જીત પ્રાપ્ત કરે છે અને જો તેનો રન રેટ વધુ સારો રહેશે તો તે પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ શકે છે. આ સાથે તમામ મેચમાં જીત મળવા છતાં ગુજરાતે અન્ય ટીમના પરિણામ પર ધ્યાન આપવું જોઈએ.

સપનું પૂરું નહીં થાય
ગુજરાત ટાઇટન્સની આગામી મેચ હવે 10 મેના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ અને 13 મેના રોજ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રમવાની છે. ત્યાર બાદ 16 મેના રોજ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે તેના અભિયાનની છેલ્લી મેચ રમશે. જો હવે એક પણ ગુજરાતની ટીમની હાર થાય છે તો ગુજરાત ટાઇટન્સના પ્લેઓફમાં પહોંચવાના સપનું પૂરું નહીં થાય.