December 27, 2024

IPLમાં ટાર્ગેટનો પીછો કરવામાં માહેર છે ગુજરાત ટાઇટન્સ!

IPL 2024: ગઈ કાલની મેચમાં ગુજરાત ટાઇટન્સની જીત થઈ હતી. ગુજરાત ટાઇટન્સ ટીમની શરૂઆતથી જ સારૂ પ્રદર્શન જોવા મળ્યું હતું. પરંતુ બીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે ગઈ કાલની મેચમાં પણ ટીમનો પરાજય થવાનું નક્કી હતું પરંતુ છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને આ મેચ ટીમે પોતાના નામે કરી લીધી છે. રાજસ્થાનની ટીમને પહેલી વખત હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

ગુજરાતે 22માંથી 16 મેચ જીતી છે
વર્ષ 2022માં, ગુજરાત ટાઇટન્સ ટીમે IPLમાં તેની પ્રથમ સિઝન રમી હતી. અત્યાર સુધીમાં T20 લીગમાં ગુજરાતની ટીમનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. ગુજરાત ટાઇટન્સે અત્યાર સુધીમાં IPLમાં 22માંથી 16 મેચ જીતી છે. જેમાં 6 મેચમાં હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ગુજરાત ટાઇટન્સ ટીમે તેના IPL ઇતિહાસમાં બીજા નંબરનો સર્વોચ્ચ લક્ષ્યાંક હાંસલ કર્યો છે. ગઈ કાલની મેચમાં જીત થયા બાદ ગુજરાતની ટીમની પ્રશંસામાં વધારો થયો છે.

આ પણ વાંચો: IPL 2024: રાજસ્થાન રોયલ્સની પ્રથમ હાર બાદ કેપ્ટન સંજુ સેમસન ભાવુક થયો

જીત બાદ બોલ્યો શુભમન ગિલ
રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં જીત બાદ ગુજરાત ટાઇટન્સ ટીમના કેપ્ટન શુભમન ગિલે નિવેદન આપ્યું હતું. હું રાહુલ અને રાશિદ ભાઈના પ્રદર્શનથી ઘણો ખુશ છું, મેચના છેલ્લા બોલ પર જીત મેળવવી હંમેશા શાનદાર હોય છે. રાશિદ ખાન એક એવો ખેલાડી છે જેને તમે હંમેશા તમારા પ્લેઇંગ 11માં સામેલ કરવા માંગો છો.