December 23, 2024

Gujarat Titans અને KKRના ખેલાડીઓનું નસીબ ચમક્યું, T20 ઇન્ટરનેશનલ ડેબ્યૂની મળી તક

India vs Zimbabwe T20i Series Team India Squad: ભારતીય ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બની ગઈ છે. જેમાં વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાએ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. આ પછી BCCI યુવા ખેલાડીઓને મોકો આપવા માટે મક્કમ જોવા મળી રહી છે. ખાસ વાત એ છે કે ભારત અને ઝિમ્બાબ્વે સીરિઝથી જ શરૂ થઈ ગઈ છે. આઈપીએલ 2024માં જે ખેલાડીઓનું સારું પ્રદર્શન જોવા મળ્યું હતું તેવા 3 ખેલાડીઓને ભારતીય ક્રિકેટ ટીમમાં સામેલ કરવામાં આવે છે.

ચેમ્પિયન ટીમ હજુ પરત નથી આવી
BCCIએ ભારત વિરુદ્ધ ઝિમ્બાબ્વે સીરીઝ માટે ટીમની જાહેરાત પહેલીથી કરી દીધી હતી. સીરીઝની શરૂઆત થાય તે પહવે ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. જેમાં શિવમ દુબેન, સંજુ સેમસન, યશસ્વી જયસ્વાલને સ્થાન આપવામાં આવ્યું છે. પરંતુ આ ખેલાડીઓ હજુ સુધી બાર્બાડોસથી પરત ફર્યા નથી. કારણ કે હાલ બાર્બાડોસનું વાતાવરણ ખુબ ખરાબ જોવા મળી રહ્યું છે. એક માહિતી અનુસાર આ ટીમ આવતીકાલે પરત આવી શકે છે. જેના કારણે પહેલી 2 મેચ માટે ટીમમાં ફેરફારો થઈ શકે છે.

આ પણ વાંચો: આઝાદીનાં આટલા વર્ષો પછી દેશે પહેલો Olympics મેડલ જીત્યો હતો

ઈન્ટરનેશનલમાં ડેબ્યૂ કરવાની તક
બીસીસીઆઈ દ્વારા કહેવામાં આવ્યું છે કે સંજુ સેમસન, શિમાવ દુબે અને યશસ્વી જયસ્વાલને પ્રથમ બે મેચ માટે ટીમમાંથી બહાર રહેશે. તેની જગ્યા પર જીતેશ શર્મા, હર્ષિત રાણા અને સાઈ સુદર્શન ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. જીતેશ શર્મા એવો ખેલાડી છે કે તે પહેલા ભારત માટે T20 ઈન્ટરનેશનલ રમ્યો છે.સાઈ સુદર્શનની વાત કરવામાં આવે તો ભારત માટે ODI રમી ચૂક્યો છે પણ તે T20 ઈન્ટરનેશનલમાં ડેબ્યૂની રાહ જોઈ રહ્યો છે. સાઈ સુદર્શન અને હર્ષિત રાણા ભારતીય ટીમ માટે T20 ઈન્ટરનેશનલમાં ડેબ્યૂ કરવાની તક મળી શકે છે.