રાજ્યમાં ગરમીનો પારો 4 ડિગ્રી ઉંચકાયો, સૌથી વધુ તાપમાન ભાવનગરમાં

અમદાવાદઃ અચાનક બે દિવસમાં જ સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો ઉંચકાઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગની નવી માહિતી સામે આવી છે. જેમાં જાણવા મળ્યું છે કે, સામાન્ય કરતાં તાપમાનમાં 4 ડિગ્રી જેટલો વધારો થયો છે.
રાજ્યના વિવિધ શહેરોના તાપમાન વિશે વાત કરીએ તો, અમદાવાદનું લઘુત્તમ તાપમાન 19.2 ડિગ્રી, જ્યારે મહત્તમ તાપમાન 34 ડિગ્રીએ પહોંચ્યું છે. તો ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 17.9 ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન 31.5 ડિગ્રી નોંધાયું છે. ભાવનગરમાં સૌથી વધુ 35.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ તરફનાં પવનોને કારણે ગરમીની અસર થઈ રહી છે.