ગુજરાત રાજ્ય ગ્રામ પંચાયત કમ્પ્યુટર સાહસિક મંડળનો વિરોધ, 100થી વધુ લોકોની અટકાયત

ગાંધીનગરઃ ગુજરાત રાજ્ય ગ્રામ પંચાયત કમ્પ્યુટર સાહસિક મંડળે વિરોધ પ્રદર્શન કર્યું છે. ત્યારે પોલીસે 100થી વધુ પ્રદર્શનકારીઓની અટકાયત કરી છે. સત્યાગ્રહ છાવણી ખાતે વિવિધ પડતર માગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.
કમિશન બેઝ પોલિસી હટાવી ફિક્સ વેતન-લઘુતમ વેતન લાગુ કરવાની માગણી કરવામાં આવી છે. આ ઉપરાંત જોબ સિક્યોરિટી આપો અને છૂટ્ટા કરેલા હોદ્દેદારો અને વીસીઇને પરત લેવા માટે પણ માગ કરવામાં આવી છે. આ સિવાય આરોગ્યલક્ષી સુવિધા આપતા પરિવાર સહિત વીમા કવચ આપવાની માગણી પણ કરવામાં આવી છે.
રાજ્ય ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહસિક મંડળ મેદાને.
ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહસિક મંડળનો સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ.
વિવિધ પડતર માગને લઈને કોમ્પ્યુટર સાહસિક મંડળનો વિરોધ.#Protest | #VCE | #Government
Report : @Journ_Ashutosh pic.twitter.com/bSRzvTdgwF
— NewsCapital Gujarat (@NewsCapitalGJ) February 24, 2025
કોરોના મહામારીમાં મરણ પામેલા વીસીઇના પરિવારને આર્થિક સહાય આપવામાં આવે. આ ઉપરાંત ગ્રામ પંચાયતોમાં સ્પીડ ધરાવતી ઇન્ટરનેટ કનેક્ટિવિટી પૂરી પાડવાની અને ગ્રામ પંચાયતોમાં જરુરી સાધન સામગ્રી પૂરી પાડવાની માગણી પણ કરવામાં આવી છે.