દક્ષિણ ગુજરાતના મતદારો શું કહે છે? જાણો સીટ પ્રમાણે મતદાતાઓનો મૂડ
અમદાવાદઃ દક્ષિણ ઝોનની વાત કરવામાં આવે તો, આ મતવિસ્તારમાં કુલ પાંચ બેઠકનો સમાવેશ થાય છે. તેમાં ભરૂચ, બારડોલી, નવસારી, સુરત અને વલસાડ. ભાજપ તેમાંથી સુરત બેઠક બિનહરીફ જીતી ગયું છે. ત્યાંથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ જીતી ગયા છે. ત્યારે હવે અન્ય 4 સીટ પર મતદાન યોજવામાં આવશે. આવો જોઈએ આ ચારેય મતવિસ્તરના મતદારોનો મૂડ ફેસ ટુ ફેસ…
આ ઝોનની હાઇપ્રોફાઇલ સીટ નવસારી લોકસભા બેઠક છે. ત્યાંથી ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ ચૂંટણી લડી રહ્યા છે. તેમની સામે કોંગ્રેસે સિદ્ધાર્થ ચૌધરીને મેદાને ઉતાર્યા છે. તો આ ઝોનની ભરૂચ લોકસભા બેઠક પર ભાજપની સામે આમ આદમી પાર્ટીનો ઉમેદવાર મેદાને છે. વર્ષ 2019ની ચૂંટણીમાં આ તમામ સીટ ભાજપે જીતી હતી. તેમાંથી ત્રણ સીટ પર ઉમેદવાર રિપિટ કર્યા છે. અન્ય બે નવા ઉમેદવારને મેદાને ઉતાર્યા છે.
તો આવો જાણીએ સીટ પ્રમાણે મતદાતાઓનો મૂડ. વિકાસ, મોંઘવારી, વેપાર, ભાજપ 400 પાર અને કોંગ્રેસ આ પાંચ મુદ્દાઓ પર મતદારોએ શું કહ્યું…
દક્ષિણ ઝોનના ઉમેદવારોની માહિતી
વલસાડ – ભાજપના ઉમેદવાર ધવલ પટેલ અને સામે કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ
ભરૂચ – ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા અને સામે આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા
નવસારી – ભાજપના ઉમેદવાર સીઆર પાટીલ અને સામે કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઈ
બારડોલી – ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવા અને સામે કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરી