January 27, 2025

સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનનાં મતદારોનો મિજાજ, જાણો કોણ બનશે વિજેતા

અમદાવાદઃ સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનની વાત કરવામાં આવે તો, આ મતવિસ્તારમાં કુલ આઠ લોકસભા બેઠકનો સમાવેશ થાય છે. તેમાં રાજકોટ, પોરબંદર, જામનગર, જૂનાગઢ, કચ્છ, અમરેલી, ભાવનગર અને સુરેન્દ્રનગર લોકસભા મતવિસ્તારનો સમાવેશ થાય છે. આગામી 7મી મેના દિવસે આઠેય સીટ પર મતદાન યોજવામાં આવશે.

વર્ષ 2019માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ભાજપે આ તમામ બેઠક જીતી હતી. તેમાંથી ત્રણ સીટ પર ઉમેદવારને રિપિટ કર્યા છે. બાકીના પાંચ ઉમેદવાર નવા ઉતાર્યા છે. તો આવો જાણીએ સીટ પ્રમાણે મતદાતાઓનો મૂડ. વિકાસ, મોંઘવારી, વેપાર, ભાજપ 400 પાર અને કોંગ્રેસ આ પાંચ મુદ્દાઓ પર મતદારોએ શું કહ્યું…

સોરાષ્ટ્ર-કચ્છ ઝોનના ઉમેદવારોની માહિતી

જામનગર – ભાજપમાંથી પૂનમબેન માડમ અને કોંગ્રેસમાંથી જેપી મારવિયા

પોરબંદર – ભાજપમાંથી મનસુખ માંડવિયા અને કોંગ્રેસમાંથી લલિત વસોયા

અમરેલી – ભાજપમાંથી ભરત સુતરિયા અને કોંગ્રેસ જેની ઠુમ્મર

ભાવનગર – ભાજપમાંથી નિમુબેન બાંભણિયા અને આમ આદમી પાર્ટીમાંથી ઉમેશ મકવાણા

રાજકોટ – ભાજપમાંથી પરશોત્તમ રૂપાલા અને કોંગ્રેસમાંથી પરેશ ધાનાણી

જૂનાગઢ – ભાજપમાંથી રાજેશ ચુડાસમા અને કોંગ્રેસમાંથી હીરા જોટવા

સુરેન્દ્રનગર – ભાજપમાંથી ચંદુ શિહોરા અને કોંગ્રેસમાંથી ઋત્વિજ મકવાણા

કચ્છ – ભાજપમાંથી વિનોદ ચાવડા અને કોંગ્રેસમાંથી નીતિશ લાલણ