January 11, 2025

રાજ્યના ત્રણ રોપવેમાં શાળા પ્રવાસ માટે ખાસ સ્કીમ, 15 માર્ચ સુધી મળશે આ ઓફર

Gujarat Ropeway: રાજ્યના ત્રણ રોપવેમાં શાળા પ્રવાસ માટે ખાસ સ્કીમ જાહેર કરવામાં આવી છે. ઉષા બ્રેકો કંપનીએ શરદ મહોત્સવ અંતર્ગત શાળા પ્રવાસમાં આવતાં વિદ્યાર્થીઓ માટે ખાસ ડિસ્કાઉન્ટ ઓફર કરી છે.

આ પણ વાંચો: CNG કાર ખરીદવાનું વિચારી રહ્યા છો? આ રહ્યા કારના ઓપ્શન

ત્રણ રોપવેમાં શાળા પ્રવાસ માટે ખાસ સ્કીમ
ગિરનાર રોપવે માટે 450 રૂપિયા, અંબાજી રોપવે માટે 100 રૂપિયા , પાવાગઢ રોપવે માટે 120 રૂપિયા વિદ્યાર્થીઓ માટે ખાસ ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી છે. ઓછામાં ઓછા 20 વિદ્યાર્થીઓને આ ડિસ્કાઉન્ટ ઓફર અપાશે. જેમાં એક શિક્ષકને ફ્રી ટીકીટ આપવામાં આવશે. 15 માર્ચ સુધી આ ઓફર શાળા પ્રવાસમાં આવતાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ઉપલબ્ધ રહેશે.