December 23, 2024

છેલ્લા 24 કલાકમાં 250 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ખંભાળિયામાં 18 ઇંચથી વધુ

ગાંધીનગરઃ સમગ્ર રાજ્યમાં અવિરત મેઘમહેર યથાવત છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 250 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યના 152 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે તો રાજ્યના 98 તાલુકામાં 1 ઈંચથી ઓછો વરસાદ પડ્યો છે. જ્યારે રાજ્યના 24 તાલુકામાં 5 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.

સૌથી વધુ ખંભાળિયામાં પોણા 18 ઈંચ વરસાદ પડ્યો છે. તો જામનગરમાં સવા 15 ઈંચ, જામજોધપુરમાં અને લાલપુરમાં પોણા 13 ઈંચ, રાણાવાવમાં સાડા 11 ઈંચ, કાલાવડમાં 11 ઈંચ, લોધિકામાં સાડા 10 ઈંચ વરસાદ વરસ્યો છે.

ભાણવડમાં સાડા 10 ઈંચ, કોટડા સંઘાણીમાં સવા 10 ઈંચ, કલ્યાણપુરમાં 10 ઈંચ, પોરબંદરમાં પોણા 10 ઈંચ વરસાદ, દ્વારકામાં પોણા 10 ઈંચ, રાજકોટમાં પોણા 10 ઈંચ, ધ્રોલમાં 7 ઈંચ, ધોરાજીમાં 7 ઈંચ, જામકંડોરણામાં પોણા 7 ઈંચ વરસાદ પડ્યો છે.

આ ઉપરાંત ગોંડલમાં પોણા 7 ઈંચ, કુતિયાણામાં 6 ઈંચ વરસાદ, જોડીયામાં પોણા 6 ઈંચ, વાંકાનેરમાં પોણા 6 ઈંચ, વિસાવદરમાં સાડા 5 ઈંચ, ટંકારા અને વંથલમાં સવા 5 ઈંચ, માણાવદરમાં 5 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.