December 17, 2024

રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી

અમદાવાદ: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 19 અને 20 ઓક્ટોબરના રોજ અમુક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કન્ડેક્ટિવ એક્ટિવિટીના કારણે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાં ભેજનું પ્રમાણ અને ગરમી વધતા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સાથે સાથે દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. પંચમહાલ અને દાહોદમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગ દ્વારા 19 ઓક્ટોબરના રોજ તાપી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વધુમાં, હવામાન વિભાગે જાણવું છે કે 20 ઓકટોબરે અમરેલી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવે છે. 21 ઓકટોબરે અમરેલીમાં ભારે વરસાદની આગાહી.