સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ, મેઘરાજા ભૂક્કા બોલાવશે

અમદાવાદઃ હવામાન વિભાગે આખું અઠવાડિયું સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મેઘરાજા તાંડવ મચાવે તેવી શક્યતા વ્યક્ત કરી છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ વરસે તેવી શક્યતા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ઓરેન્જ આપવામાં આવ્યું છે. આ સિવાય ઘણાં જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
તેઓ વધુમાં જણાવે છે કે, સૌરાષ્ટ્રાના દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, જામનગર, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ અને દાદરા નગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.