January 22, 2025

રાજ્યમાં આગામી 2 દિવસ વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ભૂક્કા બોલાવશે

ગાંધીનગરઃ ફરી એકવાર ગુજરાત ઉપર વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે. તેને પગલે રાજ્યમાં આગામી 2 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

લોકલ કન્વિક્શન એક્ટિવિટીના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારેથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રથી પસાર થતી સિસ્ટમની અસરના પગલે વરસાદ પડે તેવી શક્યતા છે.

આજે નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણમાં સામાન્ય વરસાદની આગાહી છે. તો દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી છે. આવતીકાલે અમરેલી, ભાવનગર, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે.