December 23, 2024

અંબાલાલની ધમાકેદાર આગાહી – અનેક સિસ્ટમ સક્રિય થવાને કારણે સારો વરસાદ થશે

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસું બરાબર જામી ગયું છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે. તેમણે વરસાદ ખેંચાવવાના કારણથી માંડીને આગામી વરસાદની આગાહી વિશે ન્યૂઝ કેપિટલ સાથે ખાસ વાતચીત કરી છે.

તેમણે કહ્યુ છે કે, ‘વરસાદ પરત ખેંચવાવાનું કારણ વરસાદની ઘરી છે. હાલ આ ધરી ઉત્તર અને પૂર્વીય ભાગો તરફ હતી. હવે ધરી કરાચીથી મધ્ય પ્રદેશ થઈને લગભગ બંગાળના ઉપસાગર તરફ જશે એટલે રાજ્યમાં હવે વરસાદ વરસશે. વરસાદનો માર્ગ વીજળી બતાવે છે. વીજળી વિના મેઘો વરસતો નથી. અસાઢ સુદ બીજે વીજળી થઈ હતી. ત્યારે ઉત્તર ગુજરાતનાં ભાગમાં વીજળી થયા કરે છે એટલે આગમી 24 કલાકમાં રાજ્યના ભાગોમાં વરસાદ થશે.’

આ પણ વાંચોઃ 8 જિલ્લામાં વરસાદની આગાહી, મધ્ય-દક્ષિણ ગુજરાતને મેઘરાજા ઘમરોળશે

તેમણે વરસાદ અંગેની આગાહી કરી છે કે, ‘તારીખ 11 જુલાઈ સુધીમાં અમદાવાદ સહિત રાજ્યના અનેક ભાગોમાં વરસાદ થશે. ઉત્તર ગુજરાતના ઘણાં ભાગમાં ભારે વરસાદની શક્યતા છે. મધ્ય ગુજરાતના ભાગમાં ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતનાં ઘણાં ભાગમાં પણ વરસાદની શક્યતા છે. દક્ષિણ-સૌરાષ્ટ્રના ભાગમાં પણ વરસાદ પડે તેવી સંભાવના છે. બોટાદ, ભાવનગરનાં ઘણાં વિસ્તારમાં વરસાદ પડશે. આ ઉપરાંત 15 અને 16 જુલાઈની આસપાસ બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે. આ ઉપરાંત અન્ય સિસ્ટમોના કારણે રાજ્યમાં વરસાદ થશે.’

તેઓ વધુમાં જણાવે છે કે, ‘આ સિવાય આગામી 17થી 24 જુલાઈ રાજ્યના વરસાદ જોવા મળશે. તેમાં આહવા, ડાંગ, વલસાડમાં ભારે વરસાદ થશે. કેટલાક ભાગોમાં પુરની સ્થિતિ થશે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ઘણાં ભાગમાં પણ વરસાદ વરસશે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ થશે. પશ્ચિમ સૌરાષ્ટ્રનાં પણ ઘણાં ભાગમાં વરસાદ વરસશે. ઉત્તર-સૌરાષ્ટ્રના પણ કેટલાક ભાગમાં વરસાદ વરસે તેવી સંભાવના છે. કચ્છનાં ઘણાં ભાગમાં વરસાદ થશે. મધ્ય ગુજરાતનાં ભાગમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની સંભાવના છે. નદી-બંધમાં નવા પાણીની આવક થશે. નર્મદા નદી બે કાંઠે થશે. તાપી નદીનું જળસ્તર વધશે. સાબરમતી નદીનું જળસ્તર વધશે. આગામી 19 પછી વરસાદી પાણી કૃષિ માટે સારું ગણાશે.’