December 23, 2024

અત્યાર સુધીમાં ડેમમાં થઈ છે આવી દમદાર આવક, તસવીર જોઈને ટેસડો પડી જશે

Gujarat Rain: રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આજે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આવો જાણીએ ગુજરાતના તમામ ડેમની સ્થિતિ કેવી છે.

આજી 2 ડેમ

રાજકોટનો આજી 2 ડેમ થયો ઓવરફ્લો થયો છે. વહેલી સવારે 6.15 કલાકે ડેમ થયો ઓવરફ્લો થયો છે. ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે. મહિસાગરમાં કડાણા ડેમમા સતત પાણીની આવકમાં વધારો થયો છે. ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. 1 લાખ 20 હજાર ક્યુસેક પાણી મહી નદીમા છોડવામાં આવ્યું છે. 6 દરવાજા 5 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવવામાં આવ્યો છે. વરસાદને લઈ કડાણા ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. કડાણા ડેમની જળસપાટી 413.7 ફુટ પર પહોંચી ગઈ છે.

ભાદર-1 ડેમ

સૌરાષ્ટ્રના બીજા નંબરના વિશાળ ડેમમાં નીરની આવક થઈ છે. ભાદર 1 ડેમમાં દોઢ ફૂટ જેટલી નવા નીરની આવક થઈ છે. ભાદર -1 ડેમની સપાટી 24 ફૂટે પહોંચી ગઈ છે. ભાદર 1 ડેમની 34 ફૂટ ની કુલ સપાટી પહોંચી ગઈ છે. ભાદર 1 ડેમમાં 7584 ક્યુસેક પાણીની આવક થઈ છે. 22 લાખ લોકોને ભાદર 1 ડેમ થકી પીવાનું પાણી મળે છે.

આ પણ વાંચો: જેતપુરમાં આવેલા ભાદર-1 ડેમમાં નવા નીરની આવક

સરદાર સરોવર નર્મદા ડેમ

સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક થઈ ગઈ છે. નર્મદા કંટ્રોલ ઓથોરિટીએ પાણીનું આવક સામે જાવક વધારી દેવામાં આવી છે. નર્મદા ડેમની જળ સપાટી 134.79મીટર પર પહોંચી ગઈ છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. ઉપરવાસમાંથી 3,22,996 ક્યુસેક પાણીની આવક થઈ છે. નર્મદા ડેમના 23 દરવાજા 2.2 મીટર ખોલવામાં આવ્યા છે. ભરૂચ નર્મદા નદીની જળ સપાટીમાં વધારો થયો છે. ગોલ્ડન બ્રિજ છેડે નર્મદા નદી જળ સપાટી 26.04 ફુટ છે.

મહેસાણા

બહુચરાજી તાલુકા માં 5 ઇંચ વરસાર પડ્યો છે. બહુચરાજી તાલુકાના તમામ રેલવે અંડર પાસ બંધ કરી દેવામાં આવ્યા છે. બહુચરાજી થી હારીજ હાઇવેનો અંડરપાસ પણ બંધ કરવામાં આવ્યો છે. અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે.

દાહોદ


દાહોદનો પાટાડુંગરી જળાશય ઓવરફ્લો થયો છે. દાહોદ શહેરને પાણી પૂરું પાડતો ડેમ ભરાતા ખુશીની લહેર જોવા મળી રહી છે. સીઝનમાં પ્રથમ વખત ડેમ થયો ઓવરફલો થયો છે.

અમરેલી
અમરેલીમાં આવેલા વડીયાના સૂરવો ડેમના બે દરવાજા ખોલાયા છે. વડીયાનો સુરવો ડેમ પહેલીવાર છલકાયો છે. સુરવો ડેમના 2 દરવાજા દોઢ દોઢ ફૂટ ખોલાયા છે. નીચાણવાળા વિસ્તારમાં તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે. સુરવો ડેમના નીચાણ વાળા વિસ્તારમાં કોઈએ અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો: વરુણ દેવનું ગુજરાતમાં રૌદ્ર સ્વરૂપ, રાજ્યભરમાં ડેમ થયા ઓવરફ્લો

ગીર ગઢડા
રાવળ ડેમના 4 જેટલા દરવાજા 0.305 મીટર ખોલી પાણી છોડવામાં આવ્યું છે. રાવળ ડેમ 97.28 ટકા જેટલો ભરાતા નીચાણ વાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા પાણી છોડવાની સુચના આપતા ઉના, ગીરગઢડાના 11 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

અરવલ્લી
માઝુમ અને વાત્રક ડેમમાં પાણીની આવક થઈ છે. મોડાસા,ધનસુરા અને બાયડ તાલુકાના 37 ગામોને સાવચેત કરવામાં આવ્યા છે. વાત્રક ડેમમાંથી 28 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવશે. વાત્રક નદી કિનારાના 17 ગામોને સાવચેત કરવામાં આવ્યા છે.