માર્ગ સુરક્ષા જાગૃતિ માટે અનોખી પહેલ, ગુજરાત પોલીસને પાઠવ્યા અભિનંદન
ડાંગ: રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી રહે છે. જેને લઇને ઘણા લોકો ઈજાગ્રસ્ત થાય છે તો ઘણા લોકોના મોત પણ નીપજે છે. કેટલીક વખત ટ્રાફિક નિયમોનું પાલન ન કરવાને કારણે પણ આવી ઘટના બને છે. ત્યારે આજે ડ્રાઇવર ડે અંતર્ગત ડ્રાઇવર તેમજ મુસાફરો તેમજ રાહદારીઓને જાગૃતતાને લઇને ટ્રાફિક નિયમોનું પાલન કરવા શપથ લેવડાવવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા માસ – ૨૦૨૪ અંતર્ગત ડાંગ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા આહવા એસ.ટી.બસ સ્ટેશન ખાતે વિભાગના કર્મચારીઓ, મુસાફરો, રાહદારીઓને માર્ગ સુરક્ષાની સમજ આપીને જાગૃત કરવામાં આવ્યા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા આહવાન કરવામાં આવ્યું છે.
રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા માસ – ૨૦૨૪ અંતર્ગત ડાંગ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા આહવા એસ.ટી.બસ સ્ટેશન ખાતે વિભાગના કર્મચારીઓ, મુસાફરો, રાહદારીઓને માર્ગ સુરક્ષાની સમજ આપીને જાગૃત કરવામાં આવ્યા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા આહવાન કરવામાં આવ્યું.
માર્ગ સુરક્ષા જાગૃતિ માટે અનોખી પહેલ… https://t.co/4J6KJmBazl
— Harsh Sanghavi (@sanghaviharsh) January 24, 2024
આ કાર્યક્રમને લઇને ગૃહ રાજ્ય મંત્રીએ માર્ગ સુરક્ષા જાગૃતિ માટે અનોખી પહેલ કરવા બદલ ગુજરાત પોલીસ અને એસ.ટી.કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ડાંગમાં નેશનલ રોડ સેફ્ટી મંથ 2024 અંતર્ગત આહવા બસ- સ્ટેશન ખાતે GSRTC બસ ડેપો આહવા , ડાંગ જિલ્લા ટ્રાફિક શાખા, દ્વારા ‘drivers day’ અંતર્ગત બસ ડ્રાઈવર, મુસાફરો, રાહદારિઓને ટ્રાફિક એવરનેશની સમજ આપી,ટ્રાફિક રુલ્સ પાલન કરવા શપથ લેવડાવવામાં આવ્યા છે.