પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓને લઈને મોટા સમાચાર, DGPનું હાઇકોર્ટમાં સોગંદનામું
અમદાવાદઃ ગુજરાતના પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. હાઇકોર્ટના નિર્દેશ બાદ આગામી ભરતી અંગેનું કેલેન્ડર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું છે.
રાજ્ય પોલીસ વડાએ કોર્ટમાં ભરતી અંગે સોગંદનામું રજૂ કર્યું છે. 2026 સુધીમાં તમામ જગ્યાઓ પર ભરતી પૂર્ણ કરવાની સરકારી વકીલે ખાતરી આપી છે. સરકારી વકીલે કહ્યુ છે કે, ‘વિવિધ પદો માટેની પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવાશે. ફિઝિકલ ટેસ્ટ નવેમ્બર – ડિસેમ્બરમાં પૂર્ણ કરી જાન્યુઆરીમાં પરિણામ જાહેર કરી દેવામાં આવશે.’
પોલીસ વિભાગની લેખિત પરીક્ષા ડિસેમ્બર – જાન્યુઆરીમાં પૂર્ણ કરવામાં આવશે. લેખિત OMR પરીક્ષાનું પરિણામ ફેબ્રુઆરી સુધી જાહેર કરવામાં આવશે. ત્યારબાદ ફેબ્રઆરીથી જૂન સુધીમાં સબ્જેક્ટિવ લેખિત પરીક્ષા લેવાશે. જુલાઈ સુધીમાં તેના પરિણામ આપવામાં આવશે. ઓગસ્ટ સુધીમાં ફાઇનલ મેરિટ તૈયાર કરવામાં આવશે અને સપ્ટેમ્બર સુધીમાં પ્રથમ ફેઝની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.