December 17, 2024

પોલીસ વિભાગમાં 2000 ખાલી પદ માટે આગામી 4 સપ્તાહમાં થશે ભરતી

અમદાવાદઃ રાજ્યમાં પોલીસ વિભાગમાં ખાલી પદોને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી 4 સપ્તાહમાં 2000 ખાલી પદ પર ભરતી પૂર્ણ કરવામાં આવશે. રાજ્ય સરકાર વતી સરકારી વકીલ ગુરુશરણ વીર્કએ મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠમાં માહિતી આપી છે.

છેલ્લા 2 મહિનામાં કરેલી ભરતી અંગેની માહિતી પણ કોર્ટના ધ્યાને મૂકવામાં આવી છે. પોલીસ ભરતી બોર્ડમાં પણ કાયમી અધ્યક્ષની નિમણૂક પૂર્ણ કરી હોવાની માહિતી આપવામાં આવી છે. ખાલી પડેલી 4723 પ્રમોશનલ પોસ્ટ પૈકી 3717 પોસ્ટ પર પણ ઝડપી કાર્યવાહી કરવામાં આવશે.

પોલીસમાં ખાલી પડેલી જગ્યાઓ મામલે સીધી ભરતી માટેની જાહેરાત અંગે પણ જલદી પરીક્ષા લેવામાં આવશે. ફિઝિકલ પરીક્ષા માટે જરૂરી ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી હતી. ત્યારબાદ ઝડપથી જાહેરાત કરવામાં આવશે. આ ભરતી અંગેની વધુ સુનાવણી જાન્યુઆરી માસના બીજા સપ્તાહમાં હાથ ધરવામાં આવશે.