ગુજરાતના જિલ્લાઓમાં ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ કેટલું? જાણો તમામ માહિતી
અમદાવાદઃ ગુજરાતના રાજકારણમાં એકપછી એક નવા ટ્વિસ્ટ આવી રહ્યાં છે. પહેલા ભાજપે બે લોકસભા બેઠકના ઉમેદવારો બદલવામાં આવ્યા હતા. ત્યારબાદ અમરેલીમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પેદા થઈ હતી. ત્યાં બેઠક કરીને સ્થિતિ થાળે પાડવામાં આવી હતી. તો હવે રુપાલાના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજ મેદાનમાં આવી ગયો છે.
છેલ્લા કેટલાય દિવસથી ક્ષત્રિય સમાજ સતત પરશોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહ્યું છે. તેમની ટિકિટ પાછી ખેંચવા માટેની માગ કરવામાં આવી રહી છે. તેટલું જ નહીં, ક્ષત્રિય સમાજે રૂપાલાની ટિકિટ પાછી ખેંચવામાં નહીં આવે તો પરિણામ બદલાઈ જશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. તો આવો જાણીએ ગુજરાતમાં અલગ અલગ જિલ્લામાં ક્ષત્રિય સમાજનું કેટલું પ્રભુત્વ છે.
આ પણ વાંચોઃ પરશોત્તમ રૂપાલાના નિવેદન મામલે ક્ષત્રિય નેતાઓ સહિત CMની બેઠક
ગુજરાતમાં ક્ષત્રિય સમાજની વોટબેંક
- રાજકોટ – 7%
- સુરેન્દ્રનગર – 11%
- જામનગર – 9%
- ભાવનગર, કચ્છ – 10%
- પોરબંદર – 5%
- વડોદરા – 6%
- સાબરકાંઠા – 6%
- ખેડા – 50%
- આણંદ – 40%
ગુજરાતમાં સમાજના મતની તાકાત
- પાટીદાર – 17%
- રાજપૂત – 5%
- SC – 6%
- ST – 11%
- બ્રાહ્મણ – 4.50%
- મુસ્લિમ – 3%
- જૈન – 1.50%
- OBC + અન્ય – 52 %