ઉત્તર ઝોનના મતદારોનો કેવો છે મૂડ? જાણો કોને પસંદ કરશે મતદાતા
અમદાવાદઃ ઉત્તર ઝોનની વાત કરવામાં આવે તો, આ મતવિસ્તારમાં કુલ પાંચ લોકસભા બેઠકનો સમાવેશ થાય છે. તેમાં ગાંધીનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને બનાસકાંઠા લોકસભા મતવિસ્તારનો સમાવેશ થાય છે. આગામી 7મી મેના દિવસે આઠેય સીટ પર મતદાન યોજવામાં આવશે.
વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં આ તમામ બેઠક ભાજપ જીતી હતી. તેમાંથી માત્ર બે જ સાંસદને રિપિટ કરવામાં આવ્યા છે. બાકીના ત્રણ નવા ઉમેદવારને ઉતારવામાં આવ્યા છે. આ ઉપરાંત આ ઝોનની ગાંધીનગર લોકસભા બેઠક હાઇપ્રોફાઇલ સીટ છે. ત્યાંથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. તો આવો જાણીએ સીટ પ્રમાણે મતદાતાઓનો મૂડ. વિકાસ, મોંઘવારી, વેપાર, ભાજપ 400 પાર અને કોંગ્રેસ આ પાંચ મુદ્દાઓ પર મતદારોએ શું કહ્યું…
ઉત્તર ઝોનના ઉમેદવારોની માહિતી
મહેસાણા – ભાજપમાંથી હરિ પટેલ અને કોંગ્રેસમાંથી રામજી ઠાકોર
પાટણ – ભાજપમાંથી ભરતસિંહ ડાભી અને ચંદનજી ઠાકોર
બનાસકાંઠા – ભાજપમાંથી રેખાબેન ચૌધરી અને કોંગ્રેસમાંથી ગેનીબેન ઠાકોર
સાબરકાંઠા – ભાજપમાંથી શોભનાબેન બારૈયા અને કોંગ્રેસમાંથી તુષાર ચૌધરી
ગાંધીનગર – ભાજપમાંથી અમિત શાહ અને કોંગ્રેસમાંથી સોનલ પટેલ