પંકજ જોશી ગુજરાતના નવા મુખ્ય સચિવ, હાલ CMOમાં કાર્યરત
ગાંધીનગરઃ રાજ્યના નવા ચીફ સેક્રેટરી તરીકે પંકજ જોશીની પસંદગી કરવામાં આવી છે. હાલના ચીફ સેક્રેટરી રાજકુમાર આગામી 31મી જાન્યુઆરીએ વયનિવૃત થવાના છે. ત્યારે હવે આગામી ચીફ સેક્રેટરી તરીકે પંકજ જોશી પર પસંદગીનો કળશ ઢોળાયો છે. પંકજ જોશી હાલ CMOમાં ફરજ બજાવી રહ્યા છે. પંકજ જોશી અગાઉ મ્યુનિસિપલ કમિશનર, સેક્રેટરી, પ્રિન્સિપાલ સેક્રેટરી સહિતની પોસ્ટ પર ફરજ બજાવી ચૂક્યા છે.
કોણ છે પંકજ જોષી?
IAS પંકજ જોષીએ સિવિલ એન્જિનિયરિંગમાં બી.ટેકની ડિગ્રી મેળવી છે. તેમણે IIT નવી દિલ્હીમાંથી એમ.ટેક કર્યું હતું અને સંરક્ષણ તથા વ્યૂહાત્મકમાં M.Phil કર્યું છે. ત્યારબાદ તેઓ ગુજરાત સરકારમાં IAS અધિકારી તરીકે નિયુક્ત થયા હતા.