December 17, 2024

ગુજરાતભરમાં મેઘો મન મૂકીને વરસ્યો, 101 તાલુકાઓમાં ધોધમાર વરસાદ

Gujarat Monsoon: આજે સવારથી જ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ થયો છે. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, ભરૂચ, વડોદરા, મોરબી, સુરત, સાબરકાંઠા સહિત અનેક જિલ્લાઓમાં વરસાદ થયો છે. તો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં રાજ્યમાં છેલ્લા બે કલાકમાં મૂશળધાર વરસાદ થયો છે. મળતી માહિતી મુજબ, રાજ્યના 101 તાલુકાઓમાં વરસાદ થયો છે. તો વધુમાં જાણવા મળી રહ્યું છે કે રાજ્યના 13 તાલુકાઓમાં 1 થી દોઢ ઇંચ જેટલો વરસાદ થયો છે.

જાણવા મળી રહ્યું છે કે રાજ્યમાં સૌથી વધુ સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં 2 ઈંચ વરસાદ થયો છે. જ્યારે, અમદાવાદના માંડલમાં પોણા 2 ઈંચથી વધુ વરસાદ થયો છે. તો, સુરેન્દ્રનગરના દસાડામાં પણ પોણા 2 ઈંચ વરસાદ થયો છે. તો, અમદાવાદ શહેરમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતના અરવલ્લીના મેઘરજમાં પણ દોઢ ઈંચ વરસાદ થયો છે જ્યારે મહેસાણાના કડી અને સતલાસણા તાલુકામાં સવા 1 ઈંચ વરસાદ થયો છે. તો, જોટાણા તાલુકામાં પણ સવા 1 ઈંચ વરસાદ નોંધાયો છે. તો સાથે સાથે, કચ્છના માંડવી, મહેસાણાના વડનગર, દાહોદ અને ગાંધીનગરમાં 1 ઈંચ વરસાદ થયો છે. તો સાથે સાથે, અમદાવાદના સાણંદમાં પણ 1 ઈંચ વરસાદ નોંધાયો છે.