July 4, 2024

સંઘ પ્રદેશ Diu-Damanમાં મોટો અપસેટ, BJP ઉમેદવાર લાલુ પટેલની હાર

Diu-Daman: દમણ અને દીવ લોકસભા મતવિસ્તાર એ પશ્ચિમ ભારતમાં દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલા બે લોકસભા મતવિસ્તારોમાંથી એક છે. ગોવા, દમણ અને દીવ પુનર્ગઠન અધિનિયમ, 1987 (1987નો અધિનિયમ નં. 18) ના અમલીકરણને પગલે આ મતવિસ્તાર 1987માં અસ્તિત્વમાં આવ્યો. જ્યારે સંઘ પ્રદેશ દીવ-દમણમાં મોટો અપસેટ જોવા મળ્યો છે. ત્રણ વખતથી વિજેતા બીજેપી ઉમેદવાર લાલુ પટેલની હાર થઇ છે.

મળતી માહિતી અનુસાર દીવ-દમણમાં ત્રણ વખતથી વિજેતા બીજેપી ઉમેદવાર લાલુ પટેલની હાર થઇ છે. તો અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલની ભવ્ય જીત થઇ છે. અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલે ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું છે. પ્રશાસક પ્રફુલ પટેલથી મતદારો નારાજ જોવા મળ્યા છે.

આ પણ વાંચો: યુપીમાં કારમી હાર બાદ યોગીને હટાવશે BJP, શું સાચી પડશે કેજરીવાલની વાત?

ઉલ્લેખનીય છે કે, દીવ-દમણ બેઠકની વાત કરીએ તો, આ બેઠક વર્ષ 1987માં અસ્તિત્વમાં આવી હતી. ત્યારથી સતત ભાજપ અને કોંગ્રેસ બદલાતા રહ્યા હતા. પરંતુ વર્ષ 2009થી આ બેઠક પર ભાજપના ઉમેદવાર લાલુ પટેલની જીત થતી હતી. ત્યારે આ વખતે પહેલીવાર ઇતિહાસમાં અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલની ભવ્ય જીત થઈ છે. તમને જણાવી દઇએ કે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં અપક્ષ ઉમેદવાર પટેલ ઉમેશભાઈ બાબુભાઈને પાંચમા રાઉન્ડ માં 1913 મત મળેલા છે. જ્યારે ભાજપ ઉમેદવાર લાલુ પટેલને 1039 મળ્યા છે. આમ કુલ અપક્ષ ઉમેદવાર પટેલ ઉમેશભાઈ બાબુભાઈ ને 15043 મત મળ્યા અને ભાજપ ઉમેદવાર ને 7855 મત મળેલા છે. દીવ પ્રદેશથી અપક્ષ ઉમેદવાર પટેલ ઉમેશભાઈ બાબુભાઈ ને 7188 મત ની લીડ મળી છે