January 18, 2025

Gujarat Lok Sabha Election Result: કયા ઉમેદવાર સૌથી વધુ માર્જિન સાથે જીત્યાં?

Gujarat Lok Sabha Election Result: ગુજરાતમાં લોકસભાની તમામ બેઠક પર મતગણતરી ચાલુ છે. ત્યારે એક સીટ તો ભાજપ બિનહરીફ જીતી ગયું છે. જ્યારે અન્ય 2 સીટ પર પણ ભાજપની ભવ્ય જીત છે. જ્યારે બાકીની સીટ પર મતગણતરી હજુ ચાલુ છે. ત્યારે એક નજર કરીએ ટોપ-5 માર્જિનની લીડથી જીતેલા ઉમેદવારની બેઠક પર…

બેઠક ભાાજપના ઉમેદવાર મળેલા મત કોંગ્રેસના ઉમેદવાર મળેલા મત કેટલા મતની લીડ?
નવસારી સીઆર પાટીલ 1021095 નૈષધ દેસાઈ 2,53,910 767411
ગાંધીનગર અમિત શાહ 1010972 સોનલ પટેલ 266256 744716
વડોદરા ડૉ. હેમાંગ જોશી 873189 જશપાલસિંહ પઢિયાર 2,91,063 582126
પંચમહાલ રાજપાલસિંહ જાદવ 784086 ગુલાબસિંહ ચૌહાણ 2,79,299 505107
રાજકોટ પરશોત્તમ રૂપાલા 8,40,331 પરેશ ધાનાણી 3,62,514 476023

જે પ્રમાણે આપણે ટેબલમાં જોઈ શકીએ છીએ તેમ ગુજરાતના બે ઉમેદવારો 7 લાખ કરતાં વધુ મતની લીડથી જીત્યા છે. જેમાં નવસારીથી ભાજપના ઉમેદવાર સીઆર પાટીલ કે જે હાલમાં ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ પણ છે, તેઓ 7.67 લાખની હાઇએસ્ટ મતથી જીત્યા છે. જ્યારે બીજા નંબરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે. તેઓ 7.44 લાખની લીડથી જીત્યા છે. ત્યારબાદ ત્રણેય ઉમેદવાર નવા છે.

આ પણ વાંચોઃ ભાજપના ગઢમાં ગાબડું, બનાસકાંઠાથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન જીત્યાં

જેમાં વડોદરાથી ભાજપના ઉમેદવાર ડૉ. હેમાંગ જોશી છે, તેઓ 5.82 લાખના મતની લીડ સાથે ત્રીજા નંબરે છે. ત્યારબાદ પંચમહાલ ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવ ચોથા નંબરે છે. તેઓ 5.05 લાખ મતની લીડથી જીત્યા છે. પાંચમા નંબરે રાજકોટના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા છે, તેમણે કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણીને 4.67 લાખના મતની લીડથી હરાવ્યા છે.

ગુજરાતમાં એકમાત્ર સીટ પર કોંગ્રેસની જીત
બનાસકાંઠાથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ભાજપના ઉમેદવાર ડૉ. રેખા ચૌધરીને હરાવ્યા છે. મતગણતરી ચાલુ થઈ હતી ત્યારથી આ બેઠક પર ખાસ્સી સરસાઈ જોવા મળી હતી. જે છેક જીતની જાહેરાત સુધી રહી હતી. ગેનીબેન ઠાકોર હાલ વાવ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય પણ છે. 30 હજાર જેટલા ઓછા મતથી તેમણે રેખાબેનને હરાવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ ચૂંટણીમાં 10 વર્ષ બાદ કોંગ્રેસે ગુજરાતમાં ખાતું ખોલાવ્યું છે.