‘વટથી કરો વોટ’ સેલ્ફી, જુઓ ગુજરાતભરમાંથી આવેલી મતદારોની તસવીરો

Lok Sabha Election 2024: ગુજરાત સહિત દેશની 93 લોકસભા બેઠકો પર આજે ચૂંટણી યોજાઇ હતી. ત્યારે ન્યૂઝ કેપિટલ દ્વારા વધુમાં વધુ મતદાન થાય તે માટે ‘વટથી કરો વોટ’નું અભિયાન ચલાવવામાં આવ્યું હતું અને શાહીવાળી આંગળી સાથે લોકો પાસેથી સેલ્ફી મંગાવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકોએ સેલ્ફીઓ મોકલી આપી હતી.
ન્યૂઝ કેપિટલની આ મુહિમમાં ખાસ કરીને યુવા મતદારોએ વધુ રસ દાખવ્યો હતો અને સેલ્ફી મોકલી આપી હતી. સમગ્ર ગુજરાતમાંથી સેલ્ફીઓ આવી હતી, તેમાંથી કેટલીક સેલ્ફીઓ અમે અહીં આપને બતાવી રહ્યા છીએ.
આમ આજે લોકશાહીના પર્વમાં ગુજરાતની જનતાએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાંથી દેશના ફર્સ્ટ વોટરોએ પોતાના મોબાઇલમાં મતદાન કર્યા બાદની સેલ્ફી લઇ ન્યૂઝ કેપિટલ સાથે તેને શેર કરી હતી. જેમાંથી કેટલીક સેલ્ફીઓને અમે અહીં મૂકી છે.