January 18, 2025

Gujarat Election LIVE Update: 5 વાગ્યા સુધીમાં 55 ટકા મતદાન, સૌથી વધુ વલસાડમાં 68 ટકા

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન યોજાયું છે. ત્યારે સમગ્ર ગુજરાતના મતદાન મથકો પર હાલ મતદાનની પ્રકિયા ચાલી રહી છે. લોકો વહેલી સવારથી જ મતાધિકારનો ઉપયોગ કરવા માટે લાઇનમાં ઉભા છે. ત્યારે ગુજરાતના કુલ 4.97 કરોડ મતદાતાઓ મતદાન કરશે. તેમાં 12 લાખ કરતાં વધુ ફર્સ્ટ ટાઈમ વોટર્સ છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતની 25 લોકસભા બેઠક પર મતદાન ચાલુ થઈ ગયું છે. સુરત લોકસભા બેઠક પર ભાજપના મુકેશ દલાલ બિનહરીફ જીતી ગયા છે. તેથી ત્યાં મતદાનનું આયોજન કરવામાં આવ્યું નથી.

લાઇવ અપડેટ્સઃ

ગુજરાતમાં 5 વાગ્યા સુધી મતદાન

સીટ 5 વાગ્યા સુધી (ટકામાં)
ગાંધીનગર 55.65
પાટણ 54.58
મહેસાણા 55.23
સાબરકાંઠા 58.82
બનાસકાંઠા 64.48
અમદાવાદ પશ્ચિમ 50.29
અમદાવાદ પૂર્વ 49.95
ખેડા 53.83
દાહોદ 54.78
પંચમહાલ 53.99
વડોદરા 57.11
છોટા ઉદેપુર 63.76
આણંદ 60.44
સુરેન્દ્રનગર 49.19
રાજકોટ 54.29
પોરબંદર 46.51
જામનગર 52.36
કચ્છ 48.96
જૂનાગઢ 53.84
અમરેલી 45.59
ભાવનગર 48.59
ભરૂચ 63.56
બારડોલી 61.01
નવસારી 55.31
વલસાડ 68.12
  • જામનગરના જામસાહેબ શત્રુશલ્યસિંહજી જાડેજાએ પ્રવીણભાઈ નરભેરામ મહેતા સ્કૂલમાં કર્યું મતદાન
  • જાફરાબાદમાં લોકસભાની ચૂંટણી ફરજ દરમિયાન મહિલા કર્મચારીનું અચાનક મોત
  • સુરેન્દ્રનગરમાં દુબઇથી સ્પેશ્યલ મતદાન કરવા આવ્યો યુવક
  • ઉનાના ગરાળ ગામે ક્ષત્રિય સમાજના લોકોએ કર્યુ સામુહિક મતદાન

બપોરે 3 વાગ્યા સુધી 47.03 ટકા મતદાન

સીટ 3 વાગ્યા સુધી (ટકામાં)
ગાંધીનગર 48.99
પાટણ 46.69
મહેસાણા 48.15
સાબરકાંઠા 50.36
બનાસકાંઠા 55.74
અમદાવાદ પશ્ચિમ 42.21
અમદાવાદ પૂર્વ 43.55
ખેડા 46.11
દાહોદ 46.97
પંચમહાલ 45.72
વડોદરા 48.48
છોટા ઉદેપુર 54.24
આણંદ 52.49
સુરેન્દ્રનગર 40.93
રાજકોટ 46.47
પોરબંદર 37.96
જામનગર 42.52
કચ્છ 41.18
જૂનાગઢ 44.47
અમરેલી 37.82
ભાવનગર 40.96
ભરૂચ 54.9
બારડોલી 51.97
નવસારી 48.03
વલસાડ 58.03
  • અમદાવાદમાં ક્ષત્રિય મતદારોનું સામુહિક મતદાન
  • ભાવનગરના તલગાજરડામાં જાણીતા કથાકાર મોરારિબાપુએ કર્યું મતદાન
  • જૂનાગઢની ભવનાથ તળેટીમાં આવેલી પ્રાથમિક શાળામાં સાધુ-સંતો મતદાન કર્યું
  • રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર પરીવાર સાથે મતદાન કરવા પહોંચ્યા
  • દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે કર્યું મતદાન, ઓખા નગરપાલિકા હાઈસ્કૂલે પહોંચ્યા
  • વાંકાનેરના રાજવી પરિવારે કર્યુ મતદાન, રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ મતદાન કર્યું
  • ભાવનગરના રાજવી પરિવારના યુવરાજ જયવીરરાજસિંહજીએ કુમાર શાળામાં મતદાન કર્યું
  • ભાવનગરના યુવરાજના પત્ની અને મહારાણી સંયુક્તાદેવી સાથે મતદાન કર્યું

બપોરે 1 વાગ્યા સુધીનું મતદાન

સીટ 1 વાગ્યા સુધી (ટકામાં)
ગાંધીનગર 39.23
પાટણ 36.58
મહેસાણા 37.79
સાબરકાંઠા 41.92
બનાસકાંઠા 45.89
અમદાવાદ પશ્ચિમ 33.29
અમદાવાદ પૂર્વ 34.36
ખેડા 36.89
દાહોદ 39.79
પંચમહાલ 36.47
વડોદરા 38.79
છોટા ઉદેપુર 42.65
આણંદ 41.78
સુરેન્દ્રનગર 33.39
રાજકોટ 37.42
પોરબંદર 30.8
જામનગર 34.61
કચ્છ 34.26
જૂનાગઢ 36.11
અમરેલી 31.48
ભાવનગર 33.26
ભરૂચ 43.12
બારડોલી 41.67
નવસારી 38.1
વલસાડ 45.34
  • મંત્રી ભીખુસિંહજી પરમારે મતદાન કર્યું, મોડાસાના ચારણવાડા ગામે પહોંચ્યા
  • કોંગ્રેસના મહિલા નેતા મુમતાઝ પટેલે પીરામણ ખાતે કર્યુ મતદાન
  • બનાસકાંઠામાં સાંસદ પરબત પટેલે કર્યું મતદાન
  • રાધનપુર ખાતે MLA લવિગજી સોલંકીએ કર્યું મતદાન
  • પાટણના ઉમેદવાર ચંદનજી ઠાકોરે મતદાન કર્યું
  • અમિત શાહે પરિવાર સાથે કર્યુ મતદાન
  • બોલિવૂડ એક્ટર હર્ષ રાજપૂતે નવસારી આવી મતદાન કર્યું
  • ભાવનગરના AAPના ઉમેદવાર ઉમેશ મકવાણાએ કર્યું મતદાન, પરિવાર સાથે પહોંચ્યા
  • દ્વારકાના ખંભાળિયામાં મંત્રી મુળુ બેરાએ કર્યું મતદાન, વધુમાં વધુ મતદાન કરવા અપીલ
  • લોકગાયિકા ગીતાબેન રબારીએ કર્યું મતદાન, ટપ્પર ગામે પરિવાર સાથે પહોંચ્યા
  • કચ્છના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ કર્યું મતદાન, સુખપર રોહા ગામે પહોંચ્યા
  • કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ મતદાન કરી લોકોને પણ મતદાન કરવા કરી અપીલ
  • રાજ્યના પૂર્વ CM શંકરસિંહ વાઘેલાએ કર્યું મતદાન
  • સુરેન્દ્રનગરના કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણાએ કર્યું મતદાન, ચોટીલા પહોંચ્યા
  • આણંદના ભાજપના ઉમેદવાર મિતેષ પટેલે કર્યું મતદાન, વાસદ સરદાર પટેલ હાઈસ્કૂલ પહોંચ્યા
  • રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કર્યું મતદાન, વિસનગર પહોંચ્યા
  • જેતપુરના MLA જયેશ રાદડિયાએ કર્યું મતદાન, જામકંડોરણા તાલુકા શાળાએ પહોંચ્યા
  • દમણ-દીવના BJPના ઉમેદવાર લાલુ પટેલે કર્યું મતદાન
  • કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ કર્યું મતદાન, વિછીયાની કન્યા શાળામાં પહોંચ્યા
  • છોટાઉદેપુરના કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાએ કર્યું મતદાન, કવાંટના જામલી(મુ) ગામે બુથ પર પહોંચ્યા
  • ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ કર્યું મતદાન, પરિવાર સાથે મુમતપુરા પ્રાથમિક શાળા પહોંચ્યા

સવારે 11 વાગ્યા સુધીમાં 24.35 ટકા મતદાન

સીટ 9 વાગ્યા સુધી (ટકામાં) 11 વાગ્યા સુધી (ટકામાં)
ગાંધીનગર 10.31 25.67
પાટણ 10.42 23.53
મહેસાણા 10.14 24.82
સાબરકાંઠા 11.43 27.5
બનાસકાંઠા 12.28 30.27
અમદાવાદ પશ્ચિમ 7.23 21.64
અમદાવાદ પૂર્વ 8.03 21.15
ખેડા 10.2 23.76
દાહોદ 10.94 26.35
પંચમહાલ 9.16 23.28
વડોદરા 10.64 20.77
છોટા ઉદેપુર 10.27 26.58
આણંદ 10.35 26.88
સુરેન્દ્રનગર 9.43 22.76
રાજકોટ 9.77 24.56
પોરબંદર 7.84 19.83
જામનગર 8.55 20.85
કચ્છ 8.79 23.22
જૂનાગઢ 9.05 23.32
અમરેલી 9.13 21.89
ભાવનગર 9.2 22.33
ભરૂચ 10.78 27.52
બારડોલી 11.54 27.77
નવસારી 9.15 23.35
વલસાડ 11.65 28.71
  • રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ કર્યું મતદાન, જામ ખંભાળિયા પહોંચ્યા
  • ગીર-સોમનાથમાં પદ્મી શ્રી હિરાબેન લોબીએ જાંબુર ગામમાં કર્યું મતદાન
  • ડાંગના ધારાસભ્ય વિજય પટેલે મતદાન કર્યું
  • સિદ્ધપુરમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે કર્યું મતદાન, નર્સિંગ કોલેજ પહોંચ્યા
  • ખેડના ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે કર્યું મતદાન
  • ખેડાના કોંગ્રેસના ઉમેદવાર કાળુસિંહ ડાભીએ કર્યું મતદાન, છીપિયાલ ગામે પહોંચ્યા
  • અમરેલીના ઉમેદવાર જેનીબેન ઠુમ્મરે કર્યું મતદાન
  • અમરેલી સહકારી નેતા ઈફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીએ મતદાન કર્યું, વતન માળીલામાં પત્ની સાથે પહોંચ્યા
  • વિજાપુર વિધાનસભા કોંગ્રેસના ઉમેદવાર દિનેશ પટેલે કર્યું મતદાન, ફુદેડા ગામ ખાતે કર્યું મતદાન
  • મંત્રી ભીખુસિંહજી પરમારે મતદાન કર્યું, મોડાસાના ચારણવાડા ગામે પહોંચ્યા
  • મહેસાણાના રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયકે કર્યું મતદાન, પતિવાર સાથે લાખવડ ગામે પહોંચ્યા
  • મહેસાણાના કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોરે મતદાન કર્યું, ગામ તળેટીમાં પહોંચ્યા
  • નવસારીમાં BJP જિલ્લા અધ્યક્ષ ભૂરાલાલ શાહે પરિવાર સાથે કર્યું મતદાન
  • ગણદેવી વિધાનસભાના ધારાસભ્ય નરેશ પટેલે કર્યું મતદાન
  • માજી મંત્રી ગણપતસિંહ વસાવાએ ઉમરપાડામાં કર્યું મતદાન
  • જામનગરના MLA રિવાબા જાડેજાએ કર્યું મતદાન
  • અરવલ્લીના મોડાસાની કેએન શાહ સ્કૂલમાં ખોટવાયું મશીન
  • પોરબંદર વિધાનસભાના ઉમેદવાર અર્જુન મોઢવાડીયાએ કર્યું મતદાન, મોઢવાડા ગામે પહોંચ્યા
  • ભાવનગરના ઉમેદવાર નિમુબેન બાંભણીયાએ કર્યું મતદાન, પરિવાર સાથે મતદાન મથકે પહોંચ્યા
  • માણાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીએ કોડવાવ ગામે કર્યું મતદાન
  • પ્રદિપસિંહ જાડેજાએ કર્યુ મતદાન
  • ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નૈનાબાએ કર્યું મતદાન, પંચવટી કોલેજમાં કર્યું મતદાન
  • અમરેલી લોકસભાના ઉમેદવાર ભરત સુતરીયાએ કર્યું મતદાન, લાઠીના જરખીયા ગામે વતનમાં પરિવાર સાથે પહોંચ્યા
  • જામનગરમાં કાજલ હિન્દુસ્તાનીએ પણ કર્યું મતદાન, બસ સ્ટેન્ડ પાસે દેવરાજ દેપાળ સ્કૂલમાં પહોંચ્યા
  • દાહોદના ઉમેદવાર જશવંતસિંહ ભાભોરે કર્યું મતદાન, વતન દાસામાં પરિવાર સાથે પહોંચ્યા
  • ભાજપના સાંસદ મનસુખ વસાવાએ કર્યું મતદાન, રાજપીપળામાં રાજેન્દ્ર સ્કૂલમાં પત્ની સરસ્વતીબેન સાથે પહોંચ્યા
  • બનાસકાંઠાના સાંસદ પરબત પટેલે કર્યું મતદાન, થરાદના ભાચર ગામે પહોંચ્યા
  • ગાંધીનગરના MLAએ રીટાબેન પટેલે કર્યું મતદાન

સવારે 9 વાગ્યા સુધી થયેલું મતદાન

સીટ 9 વાગ્યા સુધી (ટકામાં)
ગાંધીનગર 10.31
પાટણ 10.42
મહેસાણા 10.14
સાબરકાંઠા 11.43
બનાસકાંઠા 12.28
અમદાવાદ પશ્ચિમ 7.23
અમદાવાદ પૂર્વ 8.03
ખેડા 10.2
દાહોદ 10.94
પંચમહાલ 9.16
વડોદરા 10.64
છોટા ઉદેપુર 10.27
આણંદ 10.35
સુરેન્દ્રનગર 9.43
રાજકોટ 9.77
પોરબંદર 7.84
જામનગર 8.55
કચ્છ 8.79
જૂનાગઢ 9.05
અમરેલી 9.13
ભાવનગર 9.2
ભરૂચ 10.78
બારડોલી 11.54
નવસારી 9.15
વલસાડ 11.65
  • ભરૂચમાં ભારતીય આદિવાસી પાર્ટીના ઉમેદવાર દિલીપ વસાવા અને પિતા છોટુ વસાવાએ ધરોલી ખાતે મતદાન કર્યું
  • પાટણના ઉમેદવાર ચંદનજી ઠાકોરે મતદાન કર્યું
  • ગોધરા ધારાસભ્ય સી કે રાઉલજીએ પોતાના પરિવાર સાથે કર્યું મતદાન
  • પોરબંદરના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાએ કર્યું મતદાન
  • જામનગરના કોંગ્રેસના ઉમેદવાર જે.પી. મારવિયાએ કર્યું મતદાન
  • વડોદરાના ઉમેદવાર જશપાલસિંહ પઢિયારે કર્યું મતદાન, વતન એકલબારા પ્રાથમિક શાળાના બૂથ પર પહોંચ્યા
  • પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યું મતદાન
  • છોટાઉદેપુરના ઉમેદવાર જશુભાઈ રાઠવાએ કર્યું મતદાન, વતન વસેડી ગામે મતદાન બૂથ પર પહોંચ્યા
  • વડોદરાના ઉમેદવાર હેમાંગ જોષીએ કર્યું મતદાન, વેમાલી પ્રાથમિક શાળાના બુથ પર પહોંચ્યા
  • બીજેપીના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીએ કર્યું મતદાન
  • ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું મતદાન
  • હિંદુ ધર્માચાર્ય સભાના સંયોજક પરમાત્માનંદ સરસ્વતીએ કર્યું મતદાન, રાજકોટ મુંજકા-2 પ્રાથમિક શાળામાં પહોંચ્યા
  • સુરેન્દ્રનગરના ઉમેદવાર ચંદુ શિહોરાએ કર્યું મતદાન, કાર્યકરો સાથે વતન હળવદ તાલુકાના કેદારીયા ગામે પહોંચ્યા
  • નવસારીમાં BAPS સંસ્થાના 15થી વધુ સંતોએ મતદાન કર્યું
  • બારડોલી લોકસભાના ઉમેદવાર પ્રભુ વસાવાએ કર્યું મતદાન, પરિવાર સાથે વતન દશેરાપીપરડીમાં પહોંચ્યા
  • આણંદના ઉમેદવાર અમિત ચાવડાએ કર્યું મતદાન, પત્ની સાથે આંકલાવ કેશવપુરા પ્રાથમિક શાળા પહોંચ્યા
  • શિક્ષણમંત્રી ડો.કુબેર ડીંડોરે હાથમાં મોરપીંછ રાખી કર્યું મતદાન
  • અમદાવાદ પશ્ચિમ લોકસભાના ઉમેદવાર દિનેશ મકવાણાએ પરિવાર સાથે મતદાન કર્યું
  • ભરૂચ લોકસભાના ચૈતર વસાવાએ કર્યું મતદાન, બંને પત્નીઓ સાથે ડેડીયાપાડાના બોગજમાં પહોંચ્યા
  • જુનાગઢ લોકસભાનાઉમેદવાર હીરાભાઈ જોટવાએ માદરે વતન સુપાસીમાં મતદાન કર્યું
  • કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળાએ કર્યું મતદાન
  • બનાસકાંઠાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે કર્યું મતદાન
  • મહીસાગરમાં રાજ્યના શિક્ષણમંત્રી કુબેર ડીંડોરે કર્યું મતદાન, વતન ભંડારા ગામે મોરપીંછ હાથમાં લઈને પહોંચ્યા
  • ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીની વિજાપુર બેઠકના ઉમેદવાર ડો. સીજે ચાવડાએ મતદાન કર્યું, ગાંધીનગર સેકટર-6ની શાળા તાલુકા પગાર કેન્દ્રમાં સહપરિવાર પહોંચ્યા
  • બારડોલી લોકસભાના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીએ કર્યું મતદાન, વ્યારા તાલુકાના જેસીંગપુર ગામે પહોંચ્યા
  • રાજકોટ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ કર્યું મતદાન, અમરેલીની બહાર પરા કન્યા શાળામાં સહપરિવાર પહોંચ્યા
  • પોરબંદર લોકસભા કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાએ કર્યું મતદાન, ધોરાજીની આદર્શ સ્કૂલે પહોંચ્યા
  • માંડવીમાં રાજ્ય સરકારના મંત્રી કુંવરજી હળપતિએ કર્યું મતદાન, ઝરીમોરા પ્રાથમિક શાળામાં મતદાન કર્યું
  • સાંસદ મોહનભાઇ કુંડારીયાએ રાજકોટની નિલકંઠ વિદ્યાલયમાં કર્યું મતદાન
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાણીપની નિશાન સ્કૂલમાં કર્યું મતદાન
  • નવસારી જિલ્લા કલેક્ટર શ્રીપ્રા આગ્રએ મતદાન કર્યું
  • નવસારીની ટાટા બોય્ઝ શાળાના બુથ નંબર 9નું ઇવીએમ મશીન ખોટકાયું, સવારે સાત વાગ્યાની જગ્યાએ 7.30 મતદાન શરૂ થયું
  • મંત્રી ભીખુસિંહજી પરમારે મતદાન કર્યું, મોડાસાના ચારણવાડા ગામે પહોંચ્યા
  • નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈએ નાંખ્યો પ્રથમ મત, શાળા નંબર 1માં મતદાન કર્યું
  • રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયાએ પરિવાર સાથે કર્યું મતદાન
  • વલસાડ લોકસભાના ઉમેદવાર અનંત પટેલે મતદાન કર્યું, ઉનાઈ ગ્રામ પંચાયતના મતદાન મથકે પરિવાર સાથે પહોંચ્યા
  • પંચમહાલના ઉમેદવાર રાજપાલસિંહ યાદવે મતદાન કર્યું
  • મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ મતદાન કર્યું, પરિવારના સભ્યો સાથે ગાંધીનગરમાં મતદાન કર્યું
  • રાજકોટના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ અમરેલીના ઇશ્વરિયા ગામે પરિવાર સાથે મતદાન કર્યું
  • ગુજરાતની 25 સીટ પર મતદાનની શરૂઆત થઈ ગઈ છે. મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ગુજરાતના ચારેય ઝોનની LIVE અપડેટ

મધ્ય ગુજરાતની લોકસભા બેઠક પર મતદાનની LIVE અપડેટ

દક્ષિણ ગુજરાતની લોકસભા બેઠક પર મતદાનની LIVE અપડેટ

ઉત્તર ગુજરાતની લોકસભા બેઠક પર મતદાનની LIVE અપડેટ

સૌરાષ્ટ્ર-કચ્છ ગુજરાતની લોકસભા બેઠક પર મતદાનની LIVE અપડેટ