July 5, 2024

Gujarat Lok Sabha Election Result 2024: Saurashtra-Kutchમાં 76 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ

ગાંધીનગરઃ 18મી લોકસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. ત્યારે ગુજરાતની વાત કરીએ તો 26માંથી 25 બેઠક ભાજપે જીતી લીધી છે અને એક બેઠક કોંગ્રેસે જીતી છે. ઉલ્લેખનીય છે કે, સુરતની બેઠક પરથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ પહેલેથી જ બિનહરીફ જીતી ચૂક્યા છે. હવે વાત કરીએ ડિપોઝિટની… તો ગુજરાતમાં સૌરાષ્ટ્ર-કચ્છની 8 બેઠકનાં કુલ 92 ઉમેદવારોમાંથી 76 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ છે.

ચૂંટણી લડવા ઉમેદવારો માટે નિયત ફી નક્કી કરવામાં આવી છે. તેને ડિપોઝિટ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે 25,000 તેમજ ST-SCના ઉમેદવારો માટે 12,500 જેટલી રકમ સિક્યોરિટી ડિપોઝિટ પેટે જમા કરાવવામાં આવે છે.

આ પણ વાંચોઃ સુરતનું ઇકોફ્રેન્ડલી પોલીસ સ્ટેશન, વૃક્ષાચ્છાદિત અને પક્ષીઓના કલરવની આહ્લાદક અનુભૂતિ

ચૂંટણી પંચના નિયમ મુજબ જો ઉમેદવારો કુલ માન્ય મતના ઓછામાં ઓછા છઠ્ઠા ભાગના મત એટલે કે 16.6% મત મેળવવામાં નિષ્ફળ જાય તો ઉમેદવારની ડિપોઝિટ જપ્ત કરવામાં આવે છે. ઉમેદવારને 16.5%થી વધુ મત મળે તો તેની ડિપોઝિટ જમા કરવામાં આવે છે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌથી વધુ ઉમેદવાર જામનગર અને સુરેન્દ્રનગર બેઠક પર 14-14 ઉમેદવારો હતા. જેમાં કુલ 12 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત કરવામાં આવી છે. પોરબંદરમાં 10, રાજકોટમાં 7, અમરેલીમાં 6, ભાવનગરમાં 11, કચ્છમાં 6 સહિત કુલ 76 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ છે.