May 20, 2024

પરેશ ધાનાણીની વધુ એક કવિતા, લખ્યું – રાજકોટથી બિસ્તરા-પોટલા…

Gujarat lok sabha election 2024 paresh dhanani shared poem in post attacked on bjp

પરેશ ધાનાણીએ કવિતાથી આકરા પ્રહાર કર્યા

અમદાવાદઃ એકબાજુ લોકસભા ચૂંટણીનો માહોલ જામી ગયો છે. ત્યારે બીજી બાજુ ગુજરાતના રાજકારણમાં મુશાયરા જેવો માહોલ છવાઈ ગયો છે. ચૂંટણીની મોસમમાં રાજકીય કવિઓનો દોર ચાલુ કર્યો છે.

કોંગ્રેસી નેતા પરેશ ધાનાણીએ ફરી કવિતાથી બીજેપી પર નિશાન સાધ્યું છે. તેમણે એક્સ પોસ્ટમાં આ કવિતા પોસ્ટ કરી છે. જેમાં લખ્યું છે કે, ‘હાથમાં દુડી, તીડી અને પંજો લઇ ત્રણ એકા સામે તિખારા કરનારા, રાજકોટથી બિસ્તરા પોટલા ભરવાની તૈયારી કરી રહ્યાં છે?, રોષની આંધી હવે રાજ્યના સિમાડા વટીને રાષ્ટ્ર વ્યાપી બની રહી છે.’

આ કવિતાના માધ્યમથી તેમણે રાજકોટમાં થઈ રહેલા વિવાદને ટાંક્યો છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના ક્ષત્રિયો અંગેના વિવાદાસ્પદ નિવેદનને કારણે રાજકારણ ગરમાયું છે.

આ પહેલાં પણ પરેશ ધાનાણીએ એક કવિતા એક્સ પોસ્ટમાં મૂકી હતી. જેમાં તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તે પોસ્ટમાં લખ્યુ હતુ કે, ‘ભીખુસીંહને ભોઠા પાડ્યા, રંજનબેનને રડાવીયા, નારણભાઈની નાડ ઢીલી, ધડૂકના ઢોલ પીટી નાખ્યા, રુપાણીને રમતા મુક્યા, મુંજપરાને મરડી નાખ્યા, ભારતીબેન ભૂંસાઈ ગયા, કેસી બની ગયા દેશી, અને મેહાણી કાકાનો તો
કાંટો જ કાઢી નાખ્યો.!’