January 18, 2025

ઉત્તર ગુજરાતમાં મતદાન પૂર્ણ, જાણો ક્યાં કેટલું મતદાન થયું

ઉત્તર ગુજરાત: લોકસભાની ચૂંટણી 2024 માટે ત્રીજા તબક્કાનું મતદાન યોજાયું હતું. ત્યારે આજે સમગ્ર ગુજરાત રાજ્યની 25 બેઠક પર પણ મતદાન યોજવામાં આવ્યું હતું. હાલ ઉત્તર ગુજરાતમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે.

લોકસભા બેઠકનો સમાવેશ
ઉત્તર ઝોનની વાત કરીએ તો, તેમાં કુલ 5 લોકસભા બેઠકનો સમાવેશ થાય છે. હાલ તમામ લોકસભા મતવિસ્તારમાં મતદાન પુર્ણ થઈ ગયું છે. આજના દિવસે  દરેક પોલિંગ બુથ પર મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી  હતી.  આ ઉપરાંત મતદાતાઓને તકલીફ ન પડે તે માટે પાણી સહિતની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી.

સાંજે 6 વાગ્યા સુધી થયેલું મતદાન (ઇલેક્શન કમિશનના ડેટા પ્રમાણે)

ગાંધીનગર 56.3
પાટણ 54.96
મહેસાણા 55.23
સાબરકાંઠા 61.14
બનાસકાંઠા 64.48

લોકસભા બેઠકના વિધાનસભા વિસ્તાર પ્રમાણે થયેલું મતદાનઃ

સાબરકાંઠા

સાબરકાંઠા
બાયડ 53.47
ભિલોડા 55.66
હિંમતનગર 64.79
ઈડર 66.19
ખેડબ્રહ્મા 70.73
મોડાસા 56.03
પ્રાંતિજ 60.17

મહેસાણા

મહેસાણા
બેચરાજી 51.89
કડી 61.92
મહેસાણા 51.85
માણસા 52.72
ઉંઝા 53.44
વિજાપુર 59.47
વિસનગર 55.25

પાટણ

પાટણ
વડગામ 62.69
સિદ્ધપુર 58.46
રાધનપુર 47.69
ખેરાલુ 59.34
કાંકરેજ 52.19
ચાણસ્મા 51.49

બનાસકાંઠા

બનાસકાંઠા
ડીસા 60.39
ધાનેરા 61.56
પાલનપુર 59.5
થરાદ 70.4
વાવ 65.5
દાંતા 67.98

ગાંધીનગર

ગાંધીનગર
ગાંધીનગર ઉત્તર 52.89
ઘાટલોડિયા 58.15
કલોલ 60.29
નારણપુરા 52.04
સાબરમતી 52.12
સાણંદ 64.76
વેજલપુર 53.41

મહેસાણા મતવિસ્તારનો ચિતાર

  • પુરુષ મતદારોઃ 9,11,443
  • સ્ત્રી મતદારોઃ 8,59,116
  • અન્યઃ 58
  • કુલ મતદારોઃ 17,70,617

પાટણ મતવિસ્તારનો ચિતાર

  • પુરુષ મતદારોઃ 10,37,623
  • સ્ત્રી મતદારોઃ 9,82,261
  • અન્યઃ  32
  • કુલ મતદારોઃ 20,19,916

બનાસકાંઠા મતવિસ્તારનો ચિતાર

  • પુરુષ મતદારોઃ 10,13,372
  • સ્ત્રી મતદારોઃ 9,48,535
  • અન્યઃ  17
  • કુલ મતદારોઃ 19,61,924

સાબરકાંઠા મતવિસ્તારનો ચિતાર

  • પુરુષ મતદારોઃ 10, 05,144
  • સ્ત્રી મતદારોઃ 9,71,138
  • અન્યઃ  67
  • કુલ મતદારોઃ 19,76,349

ગાંધીનગર મતવિસ્તારનો ચિતાર

  • પુરુષ મતદારોઃ 11,20,874
  • સ્ત્રી મતદારોઃ 10, 61,785
  • અન્યઃ 77
  • કુલ મતદારોઃ 21,82,736

ઉત્તર ગુજરાતમાં મતદાન 
લોકસભાની ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન યોજાયું હતું. જેમાં સમગ્ર ગુજરાતના મતદાન મથકો પર હાલ મતદાનની પ્રકિયા થઈ હતી.  લોકો વહેલી સવારથી જ મતાધિકારનો ઉપયોગ કરવા માટે લાઇનમાં ઉભા હતા. સાંજે પાંચ વાગ્યા સુધીમાં 55.22%  મતદાન થયું હતું.  સવારમાં મંત્રી ભીખુસિંહજી પરમારે મતદાન કર્યું હતું. ત્યારબાદ બનાસકાંઠાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું હતું. બનાસકાંઠાના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ પણ મતદાન કર્યું હતું. અમિત શાહે પોતાના પરિવાર સાથે મતદાન કર્યુ હતું. પાટણના ઉમેદવાર ચંદનજી ઠાકોરે મતદાન કર્યું હતું. રાધનપુર ખાતે MLA લવિગજી સોલંકીએ મતદાન કર્યું હતું. બનાસકાંઠામાં સાંસદ પરબત પટેલે મતદાન કર્યું હતું.

ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં 24 ટકા મતદાન
રાજ્યમાં સવારે 11 વાગ્યા સુધીમાં એટલે કે ચાર કલાકમાં જ 24.35 ટકા મતદાન નોંધાયું છે. સૌથી વધુ મતદાન બનાસકાંઠા જિલ્લામાં નોંધાયું છે. જ્યારે સૌથી ઓછું મતદાન પોરબંદર જિલ્લામાં નોંધાયું છે. વહેલી સવારથી જ મતદાન મથકો પર લાઇનો લાગી ગઈ છે. લોકો ઉત્સાહભેર મતદાન કરવા માટે પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રીએ પણ મતદાન કર્યું છે.

આ પણ વાંચો: બાયડના આ ગામમાં ચૂંટણીનો બહિષ્કાર, નથી પડ્યો એક પણ મત

9 વાગ્યા સુધીમાં આટલું થયું હતું મતદાન
અમદાવાદ એસ્ટમાં 8.03%, અમદાવાદ વેસ્ટમાં 7.23%, અમરેલીમાં 9.13%, આણંદમાં 10.35%, બનાસકાંઠામાં 12.28%, બારડોલી 11.54%, ભરૂચ 10.78%, ભાવનગર 9.20%, છોટાઉદેપુરમાં 10.27%, દાહોદ 10.94%, ગાંધીનગર 10.31%,જામનગરમાં 8.55%, જૂનાગઢમાં 9.05 % , કચ્છ 8.79 %, ખેડા 10.20%, મહેસાણા 10.14%, નવસારી 9.15%, પંચમહાલ 9.16%, પાટણ 10.42%, પોરબંદર 7.84%, રાજકોટમાં 9.77%, સાબરકાંઠામાં 11.43%, સુરેન્દ્રનગરમાં 9.43%, વડોદરામાં 10.64%, વલસાડ 11.65%, મતદાન અત્યાર સુધીમાં થયું છે.