January 18, 2025

ગુજરાતમાં 5 વિધાનસભાની બેઠકની પેટાચૂંટણી પૂર્ણ, જાણો ક્યાં કેટલું મતદાન થયું

લોકસભા ચૂંટણી 2024: ગુજરાત સહિત દેશની 93 લોકસભા બેઠકો પર આજે ચૂંટણી યોજાઇ હતી. લોકસભાની ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન યોજાયું છે. સાથે સાથે ગુજરાત વિધાનસભાની 5 બેઠકો પર પેટા ચૂંટણી યોજાઇ હતી, જેમાં ખંભાત, વિજાપુર, વાઘોડિયા, પોરબંદર અને માણાવદર બેઠકનો સમાવેશ થાય છે.

સાંજે 6 વાગ્યા સુધીનું મતદાન (ઇલેક્શન કમિશનના ડેટા પ્રમાણે)

બેઠક મતદાન
વિજાપુર 59.47
ખંભાત 59.9
પોરબંદર 57.78
વાઘોડિયા 70.2
માણાવદર 53.93

કોણ કોની સામે?

સીટ ભાજપ કોંગ્રેસ
1 વિજાપુર સીજે ચાવડા દિનેશ પટેલ
2 ખંભાત ચિરાગ પટેલ મહેન્દ્રસિંહ પરમાર
3 પોરબંદર અર્જુન મોઢવાડિયા રાજુ ઓડેદરા
4 માણાવદર અરવિંદ લાડાણી હરિભાઈ કણસાગરા
5 વાઘોડિયા ધર્મેન્દ્રસિંહ વાઘેલા કનુભાઈ ગોહિલ

કઈ કઈ બેઠક પરથી કોણે આપ્યા હતા રાજીનામાં?

  • માણાવદરના કોંગ્રેસ ધારાસભ્ય પદેથી અરવિંદ લાડાણીનું રાજીનામું આપ્યું હતું.
  • ખંભાતના કોંગ્રેસ ધારાસભ્ય પદેથી ચિરાગ પટેલનું રાજીનામું આપ્યું હતું.
  • વિજાપુરના કોંગ્રેસના ધારાસભ્ય પદેથી સી.જે.ચાવડાનું રાજીનામું આપ્યું હતું.
  • પોરબંદરના કોંગ્રેસના ધારાસભ્ય પદેથી અર્જુન મોઢવાડિયાનું રાજીનામું આપ્યું હતું.
  • વાઘોડિયાના અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું.

વિજાપુર વિધાનસભા બેઠક

  • પુરુષ મતદારોઃ 116172
  • સ્ત્રી મતદારોઃ 109353
  • અન્યઃ 11
  • કુલઃ 225536

વાઘોડિયા વિધાનસભા બેઠક

  • પુરુષ મતદારોઃ 128350
  • સ્ત્રી મતદારોઃ 122312
  • અન્યઃ 3
  • કુલઃ 250665

ખંભાત વિધાનસભા બેઠક

  • પુરુષ મતદારોઃ 120962
  • સ્ત્રી મતદારોઃ 113696
  • કુલઃ 234658

પોરબંદર વિધાનસભા બેઠક

  • પુરુષ મતદારોઃ 134614
  • સ્ત્રી મતદારોઃ 129607
  • અન્યઃ 5
  • કુલઃ 264226

માણાવદર વિધાનસભા બેઠક

  • પુરુષ મતદારોઃ 129849
  • સ્ત્રી મતદારોઃ 119493
  • અન્યઃ 2
  • કુલઃ 249344