February 23, 2025

Gujarat local body elections 2025: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન પૂર્ણ, 5 હજારથી વધુ ઉમેદવારનું ભાવિ EVMમાં સીલ

Gujarat local body elections 2025:  ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે મતદાન શરૂ થયુ છે. રાજ્યના જિલ્લાઓમાં આજે સવારે સાત વાગ્યાથી મતદાન પ્રક્રિયા હાથ ધરાઇ છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પહેલા જ 66 નગરપાલિકાના 461 વોર્ડ પૈકી કુલ 24 વોર્ડ બિનહરીફ થયા છે.

Live Updates:

  • તમામ નગરપાલિકા સહિત તાલુકા પંચાયતની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ.
  • નાનીકડીની તાલુકા પંચાયત બેઠકની પેટાચૂંટણીમાં નવદંપતી પહોચ્યું.
  • મહુધામાં બપોરે 3 વાગ્યા સુધી સરેરાશ 52.68  ટકા મતદાન થયું
  • ચકલાસીમાં બપોરે 3 વાગ્યા સુધી સરેરાશ 65.19  ટકા મતદાન થયું
  • ડાકોરમાં બપોરે 3 વાગ્યા સુધી સરેરાશ 40.41 ટકા મતદાન થયું
  • મહેમદાવાદ બપોરે 3 વાગ્યા સુધી સરેરાશ 45.30 ટકા મતદાન થયું
  • ખેડામાં બપોરે 3 વાગ્યા સુધી સરેરાશ 51.52 ટકા મતદાન થયું
  • પ્રાંતિજ નગરપાલિકામાં કેટલાક મતદારો આજે મતદાનથી રહ્યા વંચિત
  • બીજેપીના કાર્યકર્તા EVMના સેમ્પલ (રેપ્લિકા) લઈને વોર્ડમાં ફરી રહ્યા હોવાની ફરિયાદ
  • અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમરસિંહ સોલંકીએ કરી ફરિયાદ
  • સાણંદ નગરપાલિકાની ચૂંટણીને લઇ કોંગ્રેસની ચુંટણી આયોગમાં ફરિયાદ
  • કુતિયાણા: 48.99% મતદાન કુલ 13,962 મતદારોમાંથી 6840 લોકોએ મતદાન કર્યું
  • રાણાવાવ: 39.02% મતદાન કુલ 34,970 મતદારોમાંથી 13645 લોકોએ મતદાન કર્યું
  • પાંચ કલાક માં તલોદ નગરપાલિકા માં સૌથી વધુ મતદાન
  • ખેડબ્રહ્મા નગરપાલિકામાં 38.18 ટકા મતદાન
  • તલોદ નગરપાલિકામાં 41.88 ટકા મતદાન
  • પ્રાંતિજ નગરપાલિકામાં 37.06 ટકા મતદાન
  • વંથલી નગરપાલિકાની ચૂંટણીમાં બે ઉમેદવારો વચ્ચે બોલાચાલી
  • કરજણ નગરપાલિકામાં બપોરે 2 વાગ્યા સુધીમાં કુલ 40.51 ટકા મતદાન થયું
  • ગઢડામાં સારવારના 7 થી 1 સુધી 35.39 ટકા નોંધાયુ મતદાન
  • બાવળામાં 1 વાગ્યા સુધીમાં સરેરાશ 36% મતદાન
  • રાજુલા શહેરમા પૂર્વ MLA અંબરીશ ડેર પરિવાર સાથે કર્યું મતદાન
  • થાન નગર પાલિકામાં વિરોધ પક્ષો દ્વારા મશીન ખામીનો મામલો
  • ગઢડા નગરપાલીકાની ચૂંટણીમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ કર્યું મતદાન
  • સિદ્ધપુર નગરપાલિકાના બોર્ડ એક અને સાતની પેટા ચૂંટણીમાં સરેરાશ 35 ટકા મતદાન
  • હાલોલ નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન દરમ્યાન ઈવીએમ ખોટવાયું
  • ધ્રોલ નગરપાલિકાની ચૂંટણી દરમિયાન મતદારને ધાક-ધમકીનો પ્રયાસ
  • ધોરાજી ઉપલેટા ભાયાવદરમાં ભાજપ ની બનશે પાલિકા – મહેન્દ્ર પાડેલીયા
  • ધોરાજી નગરપાલિકા ની 9 વોર્ડ ની 36 બેઠકો માટે શાંતિ પૂર્વક મતદાન
  • વાંકાનેરમાં રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાએ નાગરિકોને વધુમાંવધુ મતદાન કરવા કરી અપીલ
  • ઝાલોદ નગરપાલિકા ચૂંટણીમાં EVM ખોટકાયુ
  • વડનગર નગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં શાંતિપૂર્ણ માહોલ
  • કરજણ નગરપાલિકાની ચૂંટણીમાં મતદાનને લઈ મતદારોમાં અનેરો ઉત્સાહ
  • ખેડામાં વરરાજા લગ્ન કરતાં પહેલાં પહોંચ્યા મતદાન કરવા
  • મોરબી જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં દિવ્યાંગ નાગરિકોએ મતદાન કર્યું
  • ધરમપુર વોર્ડ નંબર 1-3 અને 4માં બેલેટ યુનિટ ખોટવાયું હોવાનો કોંગ્રેસનો આરોપ
  • ધરમપુર નગરાલિકા ચૂંટણીમાં મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો
  • ભાજપના ખેસ પહેરી કર્યો આચાર સંહિતાનો ભંગ
  • વોર્ડ નંબર 18ની  પેટા ચૂંટણી દરમિયાન બની ધટના
  • સુડા આવાસ નજીક આચાર સંહિતાનો ભંગ
  • મતદારો દ્વારા EVM માં કેટલાક બટનો ન દબાતા હોવાની ફરિયાદો ઉઠી
  • ખેડા નગરપાલિકાની ચૂંટણીમાં EVM ખોટવાયું
  • બીજેપીના પ્રવકતા ઋત્વિજ પટેલ કર્યું મતદાન
  • વોર્ડ નંબર -4 એજન્ટ વચ્ચે બોલા ચાલી થઈ
  • ભાજપ કોંગ્રેસના એજન્ટ વચ્ચે બોલા ચાલી થઈ
  • લુણાવાડા નગર પાલિકા મતદાન મથક બોલાચાલી
  • પ્રાંતિજ તાલુકા પંચાયતની ઘડી બેઠકમાં મતદાન શરૂ
  • જૂનાગઢમાં ધારાસભ્ય સંજય કોરડીયાએ કર્યું મતદાન
  • જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન
  • પંચમહાલની હાલોલ અને કાલોલ પાલિકા માટેનું વહેલી સવારથી મતદાન શરૂ
  • રાજુલા, જાફરાબાદ, લાઠી, ચલાલા નગરપાલિકા માટે મતદાન શરૂ
  • કચ્છમાં રાપર – ભચાઉ પાલિકા માટે મતદાન શરૂ
  • રાષ્ટ્રીય ભાજપ કિસાન મોરચાના મહામંત્રી બાબુભાઈ જેબલીયાએ પરીવાર સાથે મતદાન કર્યું
  • જેતપુર વોર્ડ નંબર 5 અને વોર્ડ નંબર 8 માં EVM ખોટવાયું
  • જેતપુર , ધોરાજી, ઉપલેટા અને ભાયાવદરમાં શાંતિ પૂર્વક મતદાનનો પ્રારંભ
  • પારડી, વલસાડ, અને ધરમપુરમાં વહેલી સવારથી ધીમીગતિ એ મતદાન શરૂ
  • ગઢડા નગરપાલિકા મા કુલ ૨૩ મતદાન મથકો, તેમજ ૧૨ સંવેદનશીલ બુથ 
  • બોટાદ નગરપાલિકાની ચૂંટણીનું સવારના ૭ થી મતદાન થયું શરૂ.
  • ઘાટલોડિયામાં આજે મનપાની પેટા ચૂંટણી
  • વંથલી નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શરૂ
  • સ્થાનિક ઉમેદવાર દ્વારા તંત્રએ કોઈપણ પ્રકારની વ્યવસ્થા ન કરી હોવાનો દાવો
  • એક જ જગ્યાએ ત્રણ અલગ અલગ બિલ્ડીંગ આવેલા હોય મતદારો મુશ્કેલીમાં મૂકાયા
  • વોર્ડ 6 ના અપક્ષ ઉમેદવારે લગાવ્યા આક્ષેપ
  • ખેડામાં મતદાન મથક બહાર સૂચક બોર્ડ ના હોવાના કારણે મતદારોને મુશ્કેલી
  • વહેલી સવારથી મતદાન મથકો પર મતદારો પહોંચ્યા
  • તલોદ ખેડબ્રહ્મા પ્રાંતિજ નગરપાલિકામાં જામ્યો ત્રિપાંખિયો જંગ
  • સાબરકાંઠાની ખેડબ્રહ્મા તલોદ પ્રાંતિજ નગરપાલિકા માટે મતદાન શરૂ
  • સોનગઢમાં મોકપોલ દરમ્યાન 2 ઈવીએમ મશીન ખોટખાયા
  • સોનગઢ નગર પાલિકા ની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શરૂ
  • ખેડા, મહેમદાવાદ, મહુધા, ડાકોર અને ચકલાસી એમ પાંચ નગરપાલિકામાં મતદાન
  • ખેડા જિલ્લાની પાંચ નગરપાલિકા અને 2 તાલુકા પંચાયત માટે મતદાન શરૂ

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ જાહેર થઇ છે. આથી હવે 1 હજાર 677 બેઠક પર ચૂંટણી યોજાઇ રહી છે. આ બેઠકો માટે કુલ 5 હજાર 374 ઉમેદવારો મેદાનમાં છે. ગુજરાતભરમાં જેની આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી છે તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આજે યોજાઇ રહી છે. જેમાં 66 નગરપાલિકા, જૂનાગઢ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાઇ રહી છે.

તમામ મતદાન કેન્દ્રો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સાંજે 6 વાગ્યા સુધી મતદારો તેમનો મત આપી શકશે.